બનાસકાંઠાના દાંતામાં હોળી પર્વની અનોખી પરંપરા, સળગતા અંગારા પર ચાલે છે શ્રદ્ધાળુઓ

|

Mar 25, 2024 | 9:29 AM

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં સળગતા અંગારા પર ચાલવાની પરંપરા રહેલી છે. અહીં વર્ષોથી હોળી દહન બાદ ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા છે. જે મુજબ દાંતામાં હોળી પ્રગટાવવામાં આવી હતી શ્રદ્ધાળુઓ અંગારા પર ચાલીને હોળીના દર્શન કર્યા હતા.

દાંતામાં સળગતા અંગારા પર ચાલવાની પરંપરા રહેલી છે. અહીં વર્ષોથી હોળી દહન બાદ ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા છે. જે મુજબ દાંતામાં હોળી પ્રગટાવવામાં આવી હતી શ્રદ્ધાળુઓ અંગારા પર ચાલીને હોળીના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો: સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા, શોભના બારૈયાએ શું કહ્યું? જુઓ

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં સ્ટેટ વખતથી આ પરંપરા ચાલી આવી છે અને ઠાકોર સમાજ દ્વારા હોળીનું આયોજન કરવામાં આવે છે. જ્યાં આસપાસના વિસ્તારથી શ્રદ્ધાળુઓ આવે છે અને અંગારા પર ચાલીને દર્શન કરે છે. અંગારા પર ચાલવા છતાં શરીરે સહેજ પણ નુક્સાન નથી થતું તે આશ્ચર્ય છે. આવી જ પરંપરા સાબરકાંઠાના મજરા ગામે પણ છે. જ્યાં ભૈરવદાદાના મંદિર પાસે ચોકમાં હોળી દહન કરીને શ્રદ્ધાળુઓ અંગારા પર ચાલે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:31 am, Mon, 25 March 24

Next Video