Sabarkantha: સાબરકાંઠામાં વધુ એક ગૌચર દબાણનો મામલો, ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ કર્યો, જુઓ Video
તલોદના મોહનપુર ગામમાં આવેલ ગૌચરની જમીન પર દબાણ આચરવામાં આવ્યુ હતુ. જેને લઈને સ્થાનિક ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મોહનપુર ગામના લોકોએ જમીન પર એકઠા થઈને વિરોધ નોંધાવતા મામલો ગરબ બન્યો હતો. લોકોના એકઠા થવાને પગલે સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં વધુ એક ગૌચર જમીનને લઈ વિવાદ સર્જાયો છે. હિંમતનગરમાં બે અલગ અલગ ગામો એક જ પૂર્વ રાજકીય આગેવાને દબાણ આચર્યુ હતુ. જેને લઈ બંને ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. હવે વધુ એક વિવાદ સામે તલોદ વિસ્તારમાં સામે આવ્યો છે. તલોદના મોહનપુર ગામે ગૌચરની જમીન પર જમીન માફીયાનો ડોળો પડતા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચોઃ Aravalli: ભિલોડામાં નશાની હાલતમાં કાર હંકારી યુવકે 4 લોકોને અડફેટે લીધા, કિશોરને 200 મીટર ઢસડ્યો, જુઓ Video
તલોદના મોહનપુર ગામમાં આવેલ ગૌચરની જમીન પર દબાણ આચરવામાં આવ્યુ હતુ. જેને લઈને સ્થાનિક ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મોહનપુર ગામના લોકોએ જમીન પર એકઠા થઈને વિરોધ નોંધાવતા મામલો ગરબ બન્યો હતો. લોકોના એકઠા થવાને પગલે સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. લોકોના ઉશ્કેરાટને પગલે પોલીસે અશાંત વાતાવરણ ના બને એ માટે થઈને સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે ગ્રામજનોએ ગૌચરમાંથી દબાણ દૂર કરવા માટે મક્કમતાથી વિરોધ દર્શાવ્યો હતો.