દ્વારકામાં ભાદરવી પૂનમે દર્શન માટે ઉમટી ભાવિકોની ભીડ, મોટી સંખ્યામાં ભાવિકોએ કર્યા દ્વારકાધિશના દર્શન

|

Sep 10, 2022 | 6:43 PM

Dwarka: ભાદરવી પૂનમે દ્વારકાધિશના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પૂનમ ભરવા માટે દ્વારકામાં દૂર-દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.

દ્વારકા (Dwarka)માં દ્વારકાધિશના દર્શને ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભાદરવી પૂનમને લઈને દ્વારકાધિશ (Dwarkadhish) મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં આવેલા દર્શનાર્થી(Pilgrims)ઓ દર્શન માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા. પૂનમ ભરવા માટે દ્વારકામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દ્વારકાધિશના દર્શન માટે હજારોની સંખ્યામાં યાત્રિકોની ભીડ ઉમટી હતી. દૂર-દૂરથી ભક્તો દ્વારકાધિશના દર્શન માટે આવ્યા હતા.

પૂનમ ભરવા દ્વારકાધિશ મંદિરમાં દર્શનાર્થીઓનો ધસારો

ભાદરવી પૂનમ હોવાથી યાત્રિકોનો ધસારો દ્વારકાધિશ મંદિરમાં જોવા મળ્યો હતો. ભગવાન દ્વારકાધિશના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. જો કે મંદિર પ્રશાસન તરફથી પણ ધક્કામુક્કી ન થાય અને ભીડ બેકાબૂ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. ભાવિકો વ્યવસ્થિત દર્શન કરી શકે તેને લઈને મંદિરમાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી હતી. મંદિરની સુરક્ષાને જોતા ચેકિંગ પણ સઘન કરવામાં આવ્યુ હતુ.

દર પૂનમે અહીં ભક્તોની ભીડ જોવા મળે છે તેમા પણ ભાદરવી પૂનમનું અનેરુ મહત્વ હોવાથી દ્વારકાધિશના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા. દૂર દૂરથી નાના-મોટા સહુ કોઈ જગતના નાથ, અલખધણીના દર્શન માટે આવ્યા હતા. આટલી ભીડ હોવા છતા  કોઈના પણ ચહેરા પર કયાંય પણ કંટાળાનો કે અણગમાનો ભાવ દેખાયો ન હતો. સહુ કોઈ દ્વારકાધિશના દર્શન માટે ઉત્સાહિત જણાયા હતા. તેમના  ચહેરા પર ઉત્સાહ દેખાઈ રહ્યો હતો.

Next Video