Porbandar : 22 વર્ષમાં પહેલી વાર ન લહેરાવાયો દરિયામાં ધ્વજ, જાણો શું છે કારણ

| Edited By: | Updated on: Aug 15, 2022 | 12:09 PM

પોરબંદર (Porbandar) સમુદ્રમાં 22 વર્ષથી ધ્વજ વંદન કરવામાં આવે છે. શ્રીરામ સ્વીમીંગ ક્લબના મેમ્બર્સ દ્વારા દર વર્ષે આ અનોખી રીતે ધ્વજ લહેરાવવામાં (Flag Hosting) આવે છે.

ગુજરાતમાં (Gujarat) 76માં સ્વતંત્રતા પર્વની (Independence Day) ઉજવણી ધૂમધામથી થઇ રહી છે. ગુજરાતના વિવિધ સ્થળોએ અનોખી રીતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં (Porbandar) પણ વિશેષ રીતે ધ્વજ લહેરાવવામાં (Flag Hosting) આવ્યો હતો. પોરબંદરના ચોપાટીના દરિયામાં ભારે મોજા અને વરસાદી માહોલ હોવાથી દરિયા કિનારે ધ્વજ ફરકાવાયો. જો કે દર વર્ષે પોરબંદરમાં દરિયા વચ્ચે ધ્વજવંદન કરવામાં આવે છે. જો કે 22 વર્ષમાં પ્રથમ વખત દરિયા કિનારે ધ્વજ લહેરાવાની ફરજ પડી હતી.

22 વર્ષની પરંપરા તુટી

પોરબંદર સમુદ્રમાં 22 વર્ષથી ધ્વજ વંદન કરવામાં આવે છે. શ્રીરામ સ્વીમીંગ ક્લબના મેમ્બર્સ દ્વારા દર વર્ષે આ અનોખી રીતે ધ્વજ લહેરાવવામાં આવે છે. જો કે આ વર્ષે ભારે તોફાની મોજા ઉચળતા હોવાથી સમુદ્ર કિનારે જ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જેના કારણે શ્રીરામ સ્વીમીંગ કલબના મેમ્બર નિરાશ થયા. પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે સંસ્થાના મેમ્બર્સ મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત ગાય છે, પરંતુ આ વર્ષે સમુદ્રમાં તોફાન અને ઊંચા મોજા હોવાથી આ વર્ષે કલબના મેમ્બરોએ કિનારા પર ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ગાન ગાઇને સલામી આપી હતી.

ક્લબના મેમ્બર્સે દુઃખ વ્યક્ત કર્યું

22 વર્ષમાં પ્રથમ વખત કિનારે ધ્વજ લહેરવવાની ફરજ પડતા ક્લબના મેમ્બર્સે દુઃખ વ્યક્ત કર્યું હતું. આજે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ મધ દરિયે કલબના મેમ્બરોએ તિરંગો ના લહેરાવી શકાતા ખેદ વ્યક્ત કર્યો હતો. રામ સ્વીમીંગ ક્લબના પ્રમુખ દિનેશ પરમારે જણાવ્યુ હતુ કે, હવામાન ખરાબ હોવાના કારણે હાલમાં 15 જૂનથી 15 ઓગસ્ટ સુધી સમુદ્ર નહીં ખેડવા અને સમુદ્રમાં ન જવા સૂચન કરાયેલુ છે. આ આદેશને અમે અનુસર્યો છે.