Devbhumi Dwarka Video: દ્વારકામાં મુખ્ય માર્ગ પર આવેલી દુકાનમાં લાગી આગ, સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

| Edited By: | Updated on: Oct 11, 2023 | 2:00 PM

દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલી શોપિંગ સેન્ટર સિટી પેલેસની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોબાઈલ શોપમાં ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જો કે ઘટનાની જાણ થતા જ પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જો કે મળતી માહિતી અનુસાર કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયા નથી.

Devbhumi Dwarka: રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક આગ લાગવાની ઘટના દ્વારકામાં સામે આવી છે. દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલી શોપિંગ સેન્ટર સિટી પેલેસની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

મોબાઈલ શોપમાં ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જો કે ઘટનાની જાણ થતા જ પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જો કે મળતી માહિતી અનુસાર કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયા નથી.

આ પણ વાંચો : Devbhumi Dwarka : ખંભાળિયાના લોકમેળામાં મહિલાના વાળ ચકડોળમાં ફસાયા, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ,જુઓ Video

તો બીજી તરફ આ અગાઉ વડોદરાના પાદરાના જંબુસર હાઈવે પર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. જો કે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. તેમજ મહુવડ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો