ગજબ ટેલેન્ટ: સુરતની આ મહિલાએ ‘ચા’ માંથી તૈયાર કર્યું PM Modi નું પેઇન્ટિંગ, જોઈને તમે પણ કહેશો વાહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 7:29 PM

સુરતની એક મહિલા આર્ટિસ્ટે પીએમ મોદીનું 'ચા' માંથી પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની વિશિષ્ટ શુભકામના આપવા માટે આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું.

વડાપ્રધાન મોદીના (PM Narendra Modi) જન્મદિવસની દેશભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સુરતની (Surat) એક મહિલા આર્ટિસ્ટે પોતાની અનોખી કળા બતાવી છે. જી હા આ મહિલાએ પીએમ મોદીનું ‘ચા’ માંથી પેઇન્ટિંગ (PM Modi Painting) તૈયાર કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની વિશિષ્ટ શુભકામના આપવા માટે સુરતની પેઇન્ટિંગ આર્ટિસ્ટ જિગીષા ચેવલીએ ખાસ આ તસ્વીર તૈયાર કરી છે.

ખાસ વાત એ છે કે આ મહિલા આર્ટિસ્ટે સામાન્ય રંગોથી નહીં પણ ચા ના દ્રાવણમાંથી પીએમ મોદીનું પેઈન્ટિંગ તૈયાર કર્યું છે. વળી આ ચિત્ર બનાવતી વખતે તેને ઊંધું રાખીને બનાવવામાં આવ્યું હતું અને બાદમાં પેઇન્ટિંગ બન્યા પછી તેને સીધું કરવામાં આવ્યું હતુ. આ પેઇન્ટિંગ કેમ પ્રથમ ઊંચું બનાવીને સીધું કરવામાં આવ્યું તો આ વિશે જણાવતા તેઓએ કહ્યું હતુ કે, એક સામાન્ય ચા વાળાએ સખત મહેનત કરીને પોતાની અને દેશની તકદીર બદલી છે. અને આ જ બતાવવા માટે તેઓએ પહેલા ઊંધું પેઇન્ટિંગ દોર્યું હતું.

જાહેર છે કે દેશ અને રાજ્યમાં વડાપ્રધાન મોદીના જન્મદિનની અલગ અલગ રીતે ઉજવણી થઇ. મહેસાણામાં PM મોદીનું 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરાયું. આ ભવ્ય સ્ટેચ્યુનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ઊંઝા એપીએમસી દ્વારા પણ ઉજવણીના ભાગ રૂપે 25000 વૃક્ષ ટ્રી ગાર્ડ સાથે વાવવામાં આવ્યા. તો કચ્છમાં 71 કિલોમીટરની સાઈકલ યાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ, વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. બીજી તરફ સોમનાથ મંદિરમાં માર્કંડેય પૂજા, લઘુરૂદ્ર કરવામાં આવ્યો, તો સુરતમાં પૌષ્ટિક દ્રવ્યોથી બનેલી 71 કિલોની કેક કાપવામાં આવી.આ કેક કુપોષિત બાળકોને વહેંચવામાં આવી.

વાત કરીએ મોટા નગરની તો જનસેવા અર્થે અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યમાં મહારસીકરણ અભિયાન ચલાવાયું છે. સુરતની દિવ્યાંગ શાળામાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે દિવ્યાંગો સાથે જન્મદિવસ ઉજવ્યો. તો વડોદરાના સેન્ટર સ્કવેર મોલ ખાતે નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી દોરવામાં આવી.

 

આ પણ વાંચો: PM Modi ના જન્મદિવસની મહેસાણામાં અનોખી રીતે કરવામાં આવી ઉજવણી, જુઓ Video

આ પણ વાંચો: PM Modi ના 71માં જન્મદિવસે જાણો તેમના બાળપણની રસપ્રદ વાતો

g clip-path="url(#clip0_868_265)">