AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi ના જન્મદિવસની મહેસાણામાં અનોખી રીતે કરવામાં આવી ઉજવણી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 4:41 PM
Share

Mehsana: ઠેર ઠેર અનોખી રીતે પ્રધાનમંત્રી મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આવામાં મહેસાણામાં એકદમ અનોખીરીતે PM નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો.

વડાપ્રધાન મોદીના જન્મદિવસની મહેસાણામાં અનોખી ઉજવણી કરવામાં આવી. તમને જણાવી દઈએ કે આ વર્ષે વડાપ્રધાન પોતાનો 71 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે મહેસાણામાં PM મોદીનું 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરાયું. આ ભવ્ય સ્ટેચ્યુનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

એટલું જ નહીં આજના દિવસે આ સ્થળે કેટલાક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીના જન્મદિન એટલે કે આજે રાત્રે આ જગ્યા પર 171 કપલ દ્વારા શ્રી રામની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જી હા પીએમના સ્ટેચ્યુ સામે આ આ 171 કપલ ભગવાન રામની આરતી ઉતારશે. તમને જણાવી દઈએ કે આ કાર્યકર્મ મહેસાણાના રાધનપુર રોડ ખાતે યોજવામાં આવશે.

રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી. ઉત્તર ગુજરાતમાં ઊંઝા એપીએમસી દ્વારા પણ ઉજવણીના ભાગ રૂપે 25000 વૃક્ષ ટ્રી ગાર્ડ સાથે વાવવામાં આવ્યા. તો કચ્છમાં 71 કિલોમીટરની સાઈકલ યાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ, વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. બીજી તરફ સોમનાથ મંદિરમાં માર્કંડેય પૂજા, લઘુરૂદ્ર કરવામાં આવ્યો, તો સુરતમાં પૌષ્ટિક દ્રવ્યોથી બનેલી 71 કિલોની કેક કાપવામાં આવી.આ કેક કુપોષિત બાળકોને વહેંચવામાં આવી.

વાત કરીએ મોટા નગરની તો જનસેવા અર્થે અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યમાં મહારસીકરણ અભિયાન ચલાવાયું છે. સુરતની દિવ્યાંગ શાળામાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે દિવ્યાંગો સાથે જન્મદિવસ ઉજવ્યો. તો વડોદરાના સેન્ટર સ્કવેર મોલ ખાતે નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી દોરવામાં આવી.

 

આ પણ વાંચો: PM Modi ના 71માં જન્મદિવસે જાણો તેમના બાળપણની રસપ્રદ વાતો

આ પણ વાંચો: PM Modi Birthday: જે છોકરો 8 વર્ષની ઉંમરે સંઘની શાખામાં પહોંચ્યો અને સંગઠનથી સત્તા સુધી સાબિત થયો હુકમનો એક્કો

g clip-path="url(#clip0_868_265)">