DANG : આહવામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં બે સગીર સહીત કુલ 9 આરોપીઓની ધરપકડ

AHWA RAPE CASE : 14 વર્ષની સગીરાના પ્રેમીએ તેને મૂકી જવાનું કહ્યું. પણ રસ્તામાં આ સગીરાના પ્રેમીએ કહ્યું કે તેણીએ તેને તેના પ્રેમીને અને પ્રેમીના મિત્રોને શરીર સુખ આપવું પડશે.

DANG : આહવામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં બે સગીર સહીત કુલ 9 આરોપીઓની ધરપકડ
9 accused including two minors were arrested in a case of rape on a minor in Ahwa dnag
| Edited By: | Updated on: Dec 25, 2021 | 5:36 PM

DANG : ડાંગના આહવા તાલુકામાં એક સગીરા સાથે દુષ્કર્મ કેસના આરોપી સકંજામાં આવી ગયા છે. પોલીસે બે સગીર સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે.અને વધુ પૂછપરછ માટે 2 સગીરોને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરાયા હતા.તો અન્ય 7 આરોપીઓને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાશે. મહત્વનું છે કે બે મહિના અગાઉ સગીર પ્રેમીએ તેના મિત્રો સાથે મળી 14 વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.એટલું જ નહીં દુષ્કર્મ બાદ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

ડાંગના આહવા તાલુકાના એક ગામની રહેવાસી અને ભોગ બનેલી 14 વર્ષની સગીરા તેની એક બહેનપણી અને તેના મિત્ર સાથે બાઈકમાં એક લગ્ન પ્રસંગે ગઈ હતી, પ્રસંગ પુરો થયા બાદ તેની બહેનપણી અને બહેનપણીનો મિત્ર જતા રહ્યાં હતા. 14 વર્ષની સગીરાના પ્રેમીએ તેને મૂકી જવાનું કહ્યું. પણ રસ્તામાં આ સગીરાના પ્રેમીએ કહ્યું કે તેણીએ તેને તેના પ્રેમીને અને પ્રેમીના મિત્રોને શરીર સુખ આપવું પડશે.

સગીરાએ ના પાડતા તેનો પ્રેમી બળજબરી પૂર્વક તેના મિત્રો સાથે મળી તેને જંગલમાં લઇ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચરી વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. લાઈટ અને દુષ્કાર્મીઓની હલચલથી સ્થાનિકો દોડી આવતા આ તમામ નરાધમો નાસી છૂટ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં હવે કોર્ટ થશે ડીજીટલ, કોર્ટને લગતા ખર્ચની ચુકવણી ઓનલાઈન થશે

આ પણ વાંચો : KUTCH : અદાણી ટ્રાન્સમિશનને ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન સિસ્ટમ્સનો 35 વર્ષનો પ્રોજેક્ટ મળ્યો