Gandhinagar : રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ આજે પૂર્ણ, કોણ બનશે નવા પોલીસ વડા ?

|

Jan 31, 2023 | 8:39 AM

પેનલમાં 7 IPS અધિકારીઓના નામ મોકલવામાં આવ્યા છે. જેમાં અતુલ કરવાલ રાજ્યના નવા ડીજીપી બને તેવી પ્રબળ શક્યતા દર્શાવાઈ રહી છે. આ સિવાય સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય, અનિલ પ્રથમ, અજય તોમર તથા શમશેર સિંઘ, વિવેક શ્રીવાસ્તવનું નામ પેનલમાં છે.

આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. જેથી આજે ગુજરાતના નવા ડીજીપીની જાહેરાત થશે. હવે નવા ડીજીપી કોણ બનશે તે ચર્ચાનો વિષય બન્યો છે.  પેનલમાં 7 IPS અધિકારીઓના નામ મોકલવામાં આવ્યા છે. જેમાં અતુલ કરવાલ રાજ્યના નવા ડીજીપી બને તેવી પ્રબળ શક્યતા દર્શાવાઈ રહી છે. આ સિવાય સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય, અનિલ પ્રથમ, અજય તોમર તથા શમશેર સિંઘ, વિવેક શ્રીવાસ્તવનું નામ પણ પેનલમાં છે. આ 7માંથી કોઈ એકના નામ પર મહોર વાગશે.

અતુલ કરવાલ 1988 બેચના IPS અધિકારી

સંજય શ્રીવાસ્તવ હાલમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે. અતુલ કરવાલ 1988 બેચના IPS અધિકારી છે. તેઓ હાલ NDRFના DGP છે. વિવેક શ્રીવાસ્તવ 1989 બેચના અધિકારી છે. તેઓ હાલ દિલ્લી ખાતે સેન્ટ્રલ IBમાં છે. વિકાસ સહાય ગુજરાત પોલીસ એકેડમીના વડા છે. અનિલ પ્રથમ CIDના વડા છે. અજય તોમર સુરત પોલીસ કમિશનર છે. જ્યારે શમશેર સિંઘ વડોદરાના પોલીસ કમિશનર છે.

Published On - 8:23 am, Tue, 31 January 23

Next Video