સૌરાષ્ટ્રમાં કોરોનાનો સપાટો એક જ દિવસમાં 782 કેસ નોંધાતા તંત્રમાં ફફડાટ, તંત્રએ કાયદાનું પાલન કરાવવાની કવાયત શરૂ કરી

|

Jan 12, 2022 | 12:44 PM

સૌરાષ્ટ્રમાં કેસમાં વધારો થતાં હવે રાજકોટ સિવિલમાં RTPCR ટેસ્ટ પણ વધારવામાં આવ્યા છે. રોજના 1200ને બદલે 2500 લોકોનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. રાજકોટમાં એક્ટિવ કેસનો આંકડો 1 હજાર 517 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોનાના કેસો (Corona cases)માં તીવ્ર ગતિથી વધારો થઇ રહ્યો છે. અમદાવાદ, સુરત બાદ હવે કોરોનાએ સમગ્ર સૌરાષ્ટ્ર (Saurashtra)માં કોરોનાએ કેર વર્તાવવાનું શરુ કર્યુ છે. એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 782 કેસ નોંધાયા છે. જેમાંથી 319 કેસ ફક્ત રાજકોટ (Rajkot) શહેર અને જિલ્લાના છે.

કોરોનાના કેસ રાજ્યમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ધીરે ધીરે કોરોના હવે સૌરાષ્ટ્રને પોતાના સકંજામાં લઇ રહ્યુ છે. સૌરાષ્ટ્રના અનેક શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાવા લાગ્યા છે. એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 782 કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લા અને શહેરમાં 319 કેસ નોંધાયા છે. તો જામનગરમાં 129, મોરબીમાં 57, અમરેલીમાં 21 કેસ નોંધાયા છે.. ભાવનગરમાં 152, સુરેન્દ્રનગરમાં 42, જૂનાગઢમાં 26, ગીર સોમનાથમાં 19, દેવભૂમિદ્વારકામાં 15 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં કેસમાં વધારો થતાં હવે રાજકોટ સિવિલમાં RTPCR ટેસ્ટ પણ વધારવામાં આવ્યા છે. રોજના 1200ને બદલે 2500 લોકોનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. રાજકોટમાં એક્ટિવ કેસનો આંકડો 1 હજાર 517 પર પહોંચ્યો છે.

કોરોનાના કેસ વધવા પાછળ રાજકોટ શહેરમાં જાહેરનામાનો લોકો બિન્દાસ્ત બની ઉલ્લંઘન કરી રહ્યાં હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી પોલીસે જાહેરનામાનો કડક અમલ શરૂ કરાવી ઉલ્લંઘન કરતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વિવિધ જાહેરનામાનો ભંગ કરવા અંગે 115 ગુના નોંધ્યા છે.

આ પણ વાંચોઃ

કોરોના સંક્રમિત દર્દીઓને સ્પેશિયાલિસ્ટ તબીબોની મદદ મળે તે માટે ભાજપ ડોક્ટર સેલે કરી કોવિડ ટાસ્કફોર્સની રચના

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today : જાણો આજના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ

Next Video