Surat Talati Exam : શહેરમાં 74 હજાર 940 ઉમેદવારો આપશે તલાટીની પરીક્ષા, એસ.ટી વિભાગે પરીક્ષાર્થીઓ માટે કરાયુ ખાસ આયોજન, જુઓ Video

| Edited By: | Updated on: May 07, 2023 | 1:00 PM

આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાશે. જેમાં સુરતમાં 74 હજાર 940 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. સુરતના 216 કેન્દ્રોના 2498 બ્લોકમાં પરીક્ષાનું યોજાશે. પરીક્ષાને લઈ સુરતમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગુજરાતમાં પેપરલીક અને ડમીકાંડ જેવા કૌભાંડોની હારમાળા વચ્ચે એક મહિનાની અંદર બીજી મોટી અને મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવા જઇ રહી છે. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાશે. તલાટીની પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ 8.64 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

આ પણ વાંચો : Surat : શહેરના સચિન GIDC પોલીસે ત્રણ દેશી તમંચા અને 4 જીવતા કારતુસ સાથે બે આરોપીઓની કરી ધરપકડ

સુરતમાં 74 હજાર 940 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. સુરતના 216 કેન્દ્રોના 2498 બ્લોકમાં પરીક્ષાનું યોજાશે. પરીક્ષાને લઈ સુરતમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ એસ.ટી વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે.

ઉમેદવારોને અગવડ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા 4500 બસની વ્યવસ્થા કરાઈ

તલાટીની પરીક્ષાને લઇને એસ.ટી. નિગમ તેમજ રેલવે તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓેને પરીક્ષા સ્થળે પહોંચવામાં સરળતા રહે તે માટે રાજ્ય ST નિગમ દ્વારા 4,500 જેટલી બસની વ્યવસ્થા કરવામાં આવી છે… જેમાં 500 જેટલી સ્પેશિયલ બસો મુકવામાં આવી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 07, 2023 11:05 AM