અમરેલીના લાઠીના આંબરડી ગામે વીજળી પડતા એક જ પરિવારના 5 લોકોના થયા મોત- Video

| Edited By: | Updated on: Oct 19, 2024 | 8:39 PM

અમરેલીના લાઠીના આંબરડી ગામે વીજળી પાંચ લોકોને ભરખી ગઈ, ગામમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 બાળકો સહિત એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે.

અમરેલીના લાઠી ગામે વીજળી પડવાથી એક પરિવારના 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકો પણ છે. ખેત મજૂરી દરમિયાન વીજળી પડી હતી. જેમા એક યુવતી, બે બાળકોનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ ઈજાગ્રસ્તોનો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના 5 લોકોના મોત થયા છે.

ધારાસભ્ય જનક તળાવિયાએ પીજિત પરિવારને આર્થિક સહાય આપવાની કરી માગ

તો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.  ઘટના બાદ ધારાસભ્ય જનક તલાવીયાએ રાજ્ય સરકારને પીડિત પરિવારજનોને આર્થિક સહાય કરવાની માગ કરી.  અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આંબરડી જેવા નાનકડા ગામમાં એક સાથે પાંચના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

 

મૃતકોના નામ

  • ભારતી બેન સાંથળીયા (ઉ. વ. 35)
  • શિલ્પા સાંથળીયા ( (ઉ. વ. 18)
  • રૂપાલી દલસુખભાઈ વણોદિયા (ઉ. વ. 18)
  • રિધ્ધિ ભાવેશ સાંથળીયા (ઉ. વ. 5)
  • રાધે ભાવેશભાઈ સાંથળીયા (ઉ. વ. 5)

Input Credit- Raju Basia- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો