પશ્ચિમ અમદાવાદ ફરી બન્યું હોટસ્પોટ: રાજ્યના 44% અને શહેરના 85% કેસ પશ્ચિમમાંથી, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ

| Edited By: | Updated on: Jan 02, 2022 | 9:59 AM

શનિવારે રાજ્યમાં કુલ 1069 કેસ નોંધાયા હતા. તેમાંથી 559 કેસ અમદાવાદના હતા. આમ રાજ્યના અન્ય જિલ્લામાં નોંધાયેલા 510 કેસ કરતા પણ અમદાવાદના કેસ વધુ હતા.

Corona in Ahmedabad: અમદાવાદ શહેર ફરી એકવાર કોરોના હોટસ્પોટ (Hotspot) બન્યું છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે. 1 જાન્યુઆરીએ રાજ્યના અન્ય જિલ્લામાં કુલ 510 કેસ, જ્યારે માત્ર પશ્ચિમમાં અમદાવાદમાં (West Ahmedabad) જ 476 કેસ સામે આવ્યાં છે. જણાવી દઈએ કે આ રાજ્યના લગભગ 44% અને અમદાવાદના કુલ કેસના 85% જેટલા કેસ છે. 559 માંથી 476 કેસ પશ્ચિમ અમદાવાદમાં નોંધાવા સાથે પશ્ચિમના વિસ્તારો કોરોનાના હોટ સ્પોટ બની રહ્યા છે.

કયા વિસ્તારમાં કેટલા કેસ?

શનિવારે રાજ્યમાં કુલ 1069 કેસ નોંધાયા હતા. તેમાંથી 559 કેસ અમદાવાદના હતા. આમ રાજ્યના અન્ય જિલ્લામાં નોંધાયેલા 510 કેસ કરતા પણ અમદાવાદના કેસ વધુ હતા. જણાવી દઈએ કે નવરંગપુરામાં 76, બોડકદેવમાં 52, પાલડીમાં 51, જોધપુરમાં 48, થલતેજમાં 31, ગોતામાં 23, રાણીપમાં 23, નારણપુરામાં 22 કેસ નોંધાયા હતા.

નવા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

જેને લઇ શહેરના વધુ 11 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. પશ્ચિમ ઝોનના નારણપુરા અને ઉસમાનપુરાના 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે. દક્ષિણ ઝોનમાં ઇસનપુરના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો.તો ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા, ગુરુકુળ, બોડકદેવ અને જગતપુરના 4 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા.

માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 40

પૂર્વ ઝોનમાં નિકોલના બે વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.દક્ષિણ પશ્ચિમ ઝોનના સેટેલાઇટના એક અને મધ્ય ઝોનના શાહીબાગના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. કુલ 101 નવા ઘરોના 337 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે.જેની સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 40 થઇ ગઈ છે.

 

આ પણ વાંચો: અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો, વર્ષના પ્રથમ દિવસે જ 101 ઘરોના આટલા લોકો માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા

આ પણ વાંચો: લો બોલો! વધતા જતા કોરોના વચ્ચે અમદાવાદમાં આ થીમ પર યોજાશે ફ્લાવર શો, કરોડોનો કર્યો છે ખર્ચ, જાણો વધુ

Published on: Jan 02, 2022 09:57 AM