ગુજરાતના 40 તાલુકાઓમાં એક થી પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

|

Jun 26, 2022 | 11:09 PM

ગુજરાતમા(Gujarat) આખરે વરસાદની જમાવટ શરૂ થઈ છે. જેમાં આજે રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો

ગુજરાતમાં (Gujarat) આજે બદલાયેલ વાતાવરણ બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain)પડ્યો છે. જેમાં રાજ્યના 40 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. તેમજ 40 તાલુકામાં 1થી પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના ધરમપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે તાપીના સોનગઢમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દાહોદના ફતેપુરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ રાજકોટ શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત

ગુજરાતમા આખરે વરસાદની જમાવટ શરૂ થઈ છે. જેમાં આજે રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ધરમપુર, તાપી,સુરત, સોનગઢમાં પણ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઘોરાજી, દ્વારકા, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. આ ગાંધીનગર અને પંચમહાલ, ગોધરા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે જમાવટ કરી છે.

Published On - 11:06 pm, Sun, 26 June 22

Next Video