Bhavnagar: નેશનલ ગેમ્સ અંતર્ગત આજથી બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ, કુલ 32 ટીમે ભાગ લીધો

|

Oct 03, 2022 | 9:43 AM

ભાવનગરમાં (Bhavnagar) 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત આજથી બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 1 ઓક્ટોબરથી શરૂ થયેલી ટુર્નામેન્ટ 6 ઓક્ટોબર સુધી સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે.

ગુજરાત (Gujarat)માં 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36મો રાષ્ટ્રીય રમતોત્સવ (National Games) આયોજિત કરવામાં આવ્યો છે. આ રમતોત્સવમાં સમગ્ર દેશમાંથી 25 હજારથી વધુ રમતવીરો (Sportsman) ભાગ લઇ રહ્યા છે. ગુજરાતના 6 શહેરો- અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં 36 રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાવનગરમાં 1 ઓક્ટોબરથી શરૂ થયેલી ટુર્નામેન્ટ 6 ઓક્ટોબર સુધી યોજાવાની છે.

આજથી બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ

ભાવનગરમાં 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત આજથી બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 1 ઓક્ટોબરથી શરૂ થયેલી ટુર્નામેન્ટ 6 ઓક્ટોબર સુધી સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. ત્રણ બાય ત્રણ અને પાંચ બાય પાંચ સ્પર્ધામાં બાસ્કેટબોલની પુરુષ વર્ગમાં આઠ ટીમ અને મહિલાઓમાં 8 ટીમ એમ કુલ 32 ટીમોનું ભાવનગરમાં આગમન થઈ ચૂક્યુ છે. નેશનલ ગેમ્સમાં ગુજરાત સહિત વિવિધ રાજયોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. અન્ય રાજ્યના ખેલાડીઓએ ગુજરાત સરકારના ભરપૂર વખાણ કર્યા હતા. નેશનલ ગેમ્સના આયોજનને લઈ ખેલાડીઓને રમતનું ખૂબ મોટું પ્રોત્સાહન મળશે તેવું ખેલાડીનું કહેવું છે..આ બાસ્કેટ બોલની મેચ જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટયા.

ખેલાડીઓની સુવિધાઓનું રખાશે પૂરતું ધ્યાન

ખેલાડીઓ માટે ઉચ્ચ ગુણવત્તાના ટ્રેનિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને 3,4 અને 5 સ્ટાર હોટેલમાં રોકાણ, તેમજ ગુણવત્તાયુક્ત ભોજનનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાત પ્રથમ વખત રાષ્ટ્રીય રમતોત્સવની યજમાની કરી રહ્યું છે ત્યારે નેશનલ ફેડરેશનના અધિકારીઓએ અગાઉ તમામ શહેરો અને તેમાં ઉપલબ્ધ વિવિધ સ્પોર્ટ્સ ફેસેલીટીની સમીક્ષા કરી હતી અને ગુજરાતની તૈયારી માટે સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો.

નેશનલ ગેમ્સમાં આજની મેચનું શિડ્યુલ

નેશનલ ગેમ્સમાં આજના શેડ્યુલની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં લોન બોલની 2 મેચ રમાશે. તેમજ રાઈફલ ક્લબ ખાતે સવારે 9 કલાકથી રાઈફલની ગોલ્ડ મેડલ મેચ શરુ થશે. સંસ્કાર ધામ ખાતે આર્ચરી અને ખો-ખો સ્પર્ધા રમાશે. શહેરના સાબરમતી રિવરફન્ટ ખાતે રોઇંગમાં આજે ફાઈનલ રમાશે. સાબરમતી રિવરફન્ટ ટેનિસ કોર્ટ ખાતે ટેનિસની ટક્કર થશે. ગાંધીનગરમાં શૂટિંગમાં શોર્ટ ગનની રમતમાં પણ આજે મેડલ માટે જંગ જામશે તેમજ શહેરના મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વેઈટલિફ્ટિંગ અને ફેન્સિંગમાં ખેલાડીઓ પોતાની તાકાત દેખાડશે. આઈઆઈટી ખાતે સ્કોવોશની રમત રમાશે તેમજ એથલેટિક્સમાં પણ આજે અનેક મેડલ માટે ટ્ક્કર જોવા મળશે. આજે સુરતમાં પીટી દિન દયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે બેડમિન્ટનની ફાઈનલ મેચ રમાશે. વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જીમ્નાસ્ટિકની રમત સવારે 10 કલાકથી શરુ થઈ રાત્રે 7 કલાક સુધી ચાલશે.

રંગીલા રાજકોટના સ્વિમિંગ કોમ્પલેક્ષ ખાતે સવારે 11 કલાકથી વોટરપોલો રમત શરુ થશે. હોકીમાં પણ ગુજરાતની મેચમાં આસામ સાથે ટક્કર જોવા મળશે. જેમાં ગુજરાતની ટક્કર બપોરના 1.30 કલાકે જોવા મળશે. ભાવનગરમાં બાસ્કેટબોલની રમત પણ સવારે 8 કલાકથી શરુ થશે. આજે દિલ્હી ખાતે સાઈકલિંગમાં પણ ફાઈનલ રમત રમાશે.

અંકિતા રૈનાએ ફરી એકવાર ટેનિસમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતની મહિલા ટીમે મહારાષ્ટ્રને ફાઇનલ મેચમાં 2-1થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. નેશનલ ગેમ્સ 2022 માં ગુજરાતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે. આ સાથે ગુજરાતના ખાતામાં કુલ12 મેડલ જમા થયા છે. તેમાં 5 ગોલ્ડ મેડલ 1 સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ મેડલ છે

Next Video