Vadodara: MS યુનિવર્સિટીમાં શિવ મંદિર પાસે નમાઝ પઢવાનો વીડિયો વાયરલ, યુનિવર્સિટી સત્તાધીશોએ લીધી ગંભીર નોંધ, જુઓ Video

|

Sep 26, 2023 | 1:21 PM

વડોદરાની MS યુનિવર્સિટીમાં (MS University) ફરી એકવાર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયો છે. ફરી એકવાર મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વીડિયો સામે આવ્યો છે. વિદ્યાના ધામમાં કેટલાક લોકો કોમર્સ ફેકલ્ટી નજીક આવેલા શિવ મંદિર પાસે જાહેરમાં નમાઝ પઢી રહ્યા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. ત્યારે આ મામલે રોષ ફેલાતા યુનિવર્સિટી સત્તાધીશોએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.

Vadodara:  વડોદરાની MS યુનિવર્સિટીમાં (MS University) ફરી એકવાર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયો છે. ફરી એકવાર મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વીડિયો સામે આવ્યો છે. વિદ્યાના ધામમાં કેટલાક લોકો કોમર્સ ફેકલ્ટી નજીક આવેલા શિવ મંદિર પાસે જાહેરમાં નમાઝ પઢી રહ્યા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. ત્યારે આ મામલે રોષ ફેલાતા યુનિવર્સિટી સત્તાધીશોએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.

આ પણ વાંચો-ક્રિકેટર વિરાટ કોહલીનું રાજકોટમાં ભવ્ય સ્વાગત, સયાજી હોટલ ખાતે વિરાટને જોવા ઉમટી ભીડ, જુઓ Video

વડોદરાની એમ એસ યુનિવર્સિટીના સામે આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે કોઇપણ પ્રકારની રોકટોક વગર કેટલાક લોકો પોતાની ધાર્મિક પ્રવૃતિ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં જ હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો છે અને કાર્યવાહીની માગ ઉઠી છે. તો શિવસેના નેતાએ વિધર્મીઓની પ્રવૃતિઓને ષડયંત્ર સાથે સરખાવી અને નમાજ પઢનારા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવાની માગ કરી છે.

ધર્મ અને શિક્ષણ આમ તો એકબીજાના પર્યાય છે, પરંતુ જ્યારે વાત વિદ્યાના ધામની હોય તો અહીં માત્ર શિક્ષણનીતિ જ સર્વોપરી હોય,પરંતુ જ્યારે શિક્ષણ સાથે ધર્મને જોડી દેવાય ત્યારે વિવાદ સર્જાય છે. કંઇક આવા જ વિવાદનો શિકાર વડોદરાની પ્રખ્યાત એમ એસ યુનિવર્સિટી બની રહી છે. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવતા સત્તાધીશોએ પરિપત્ર જાહેર કરીને નમાઝ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે પરિપત્રનો અમલ ક્યારે થશે તે અંગે સવાલ ઊભા થઇ રહ્યા છે.

ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. ત્રણેય વિધાર્થીઓ કોમર્સના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ હોવાનું નિવેદન યુનિવર્સિટીના પ્રોફેસર લકુલીશ ત્રિવેદીએ આપ્યુ છે.તેમણે જણાવ્યુ કે નમાઝ અદા કરતો ત્રીજો વિડીયો વાયરલ થયો છે ઘટનાને યુનિવર્સિટીના સત્તાધીશોએ ગંભીરતાથી લીધી છે. સ્વાભાવિક રીતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નિયમોની જાણકારીના હોય. સમગ્ર મામલો ડીસીપ્લીનરી કમિટી પાસે જશે. આગળની કાર્યવાહી ડીસીપ્લીનરી કમિટી કરશે.

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video