બનાસકાંઠાના ધાનેરા નજીક ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત, જુઓ Video
બનાસકાંઠાના ધાનેરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતાં 3 લોકોના મોત થયા હતા તેમજ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Banaskantha: બનાસકાંઠામાં વધુ એક અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. આ અકસ્માત ધાનેરા નજીક સર્જાયો હતો. સ્કોર્પિયો ગાડી પલટી જતાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડી ત્રણ દુકાનની શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ હતી.
આ પણ વાંચો Accident: બનાસકાંઠાના અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, જુઓ Video
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ મૃતકોના મૃતદેહને ધાનેરા પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ધાનેરા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 2 દિવસ પહેલા જ અમીરગઢમાં આવો જ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
