જયપુરમાં આજથી ભાજપની ત્રિદિવસીય ચિંતિન શિબિર,150થી વધુ પદાધિકારીઓ રહેશે હાજર

| Edited By: | Updated on: May 19, 2022 | 8:40 AM

આ શિબિરમાં (BJP Chintan Shibir) રાષ્ટ્રીય નેતાઓ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની (Assembly election)રણનીતિ પર મંથન કરશે.

રાજસ્થાનમાં (Rajasthan)  હાલ ભાજપ-કોંગ્રેસ (BJP- Congress)  વચ્ચે રાજકીય દંગલ જામ્યું છે. કોંગ્રેસ બાદ હવે ભાજપની ચિંતન શિબિર યોજાઈ રહી છે. આજથી જયપુરમાં ત્રિદિવસીય ચિંતિન શિબિર યોજાશે.જેમાં રાષ્ટ્રીય નેતાઓ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની (Assembly election) રણનીતિ પર મંથન કરશે.ઉપરાંત સંગઠન તેમજ મહત્વના રાજકીય મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આ શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સહિત 150થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.આ દરમિયાન વડાપ્રધાન મોદી (PM Modi)  પણ વર્ચ્યુઅલ સંબોધન કરશે.

વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર મંથન

મહત્વનું છે કે આ વર્ષે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાવી છે.જ્યારે રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.ભાજપની ચિંતિન શિબિરમાં સાંપ્રદાયિક ઘટનાઓ, હિંસા, હિંદુત્વને લગતા પ્રશ્નો, દલિત, આદિવાસી અને મહિલા અત્યાચાર જેવા મુદ્દાઓ પર મંથન કરવામાં આવશે.એક રીતે ભાજપ રાજસ્થાનથી દેશભરમાં ચૂંટણી સંદેશ આપવાની તૈયારી કરી રહ્યું છે.

માહિતી મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા બપોરે બે વાગ્યે જયપુર પહોંચશે.જ્યારે સાંજે 6 વાગ્યે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવોને સંબોધિત કરશે તો 20 મેના રોજ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ, સહ-પ્રભારીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાજ્યના સંગઠન મહામંત્રીઓનું સંયુક્ત સત્ર યોજાશે.જેમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે.ભાજપના ત્રણ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી પણ આ સત્રમાં હાજરી આપશે,ઉપરાંત 21 મેએ ભાજપના સંગઠન મહામંત્રીઓની અલગ બેઠક યોજાશે.

Published on: May 19, 2022 08:38 AM