Gujarati Video: રાજકોટમાં દરગાહમાંથી 24 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

| Edited By: | Updated on: Jun 25, 2023 | 12:16 PM

રાજકોટના લોધિકા-ચીભડા રોડ પર આવેલી દરગાહમાંથી ગાંજો ઝડપાયો છે. દરગાહમાંથી 24 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. મુંજાવર હબીબશા ઉર્ફે મસ્તાન બાપુ પસ્તીવાડા પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. લોધિકા પોલીસે હબીબશા ઉર્ફે મસ્તાન બાપુની ધરપકડ કરી છે.

Rajkot : રાજ્યમાં આમ તો નશીલા પદાર્થો પર પ્રતિબંધ છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાતો રહે છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના લોધિકા-ચીભડા રોડ પર આવેલી દરગાહમાંથી ગાંજો ઝડપાયો છે.

આ પણ વાંચો : Rajkot: પતિના ત્રાસથી પરિણીતાએ વીડિયો બનાવી ઝેરી દવા પી કર્યો આપઘાત, સાસરિયા પક્ષ સામે નોંધાઈ ફરિયાદ

દરગાહમાંથી 24 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. મુંજાવર હબીબશા ઉર્ફે મસ્તાન બાપુ પસ્તીવાડા પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. લોધિકા પોલીસે હબીબશા ઉર્ફે મસ્તાન બાપુની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ અગાઉ સુરતના કતારગામ રેલવેના પાટા પાસે આવેલા શૌચાલયના ભોય તળિયાના ખાલી ટાંકામાં બિન વારસી હાલતમાં 10 લાખથી વધુનો ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો