તલાટીની 3 હજાર 437 જગ્યાઓ માટે રાજ્યમાંથી 23.23 લાખ ફોર્મ ભરાયા,18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયાં

|

Feb 19, 2022 | 11:11 AM

તલાટીની ભરતી માટે સર્વરની સમસ્યા સર્જાતાં વધુ બે દિવસની મુદત આપ્યા બાદ 17મી ફેબ્રુઆરીએ રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ સ્વીકારવામાં આવ્યાં હતાં.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે (Gujarat Panchayat Service Selection Board)બહાર પાડેલી તલાટી (Talati) કમ મંત્રીની જગ્યા માટે અરજી (Application) કરવાની મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. તલાટીની 3 હજાર 437 જગ્યાઓ માટે રાજ્યમાંથી 23.23 લાખ ફોર્મ ભરાયા છે.

18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયાં

તલાટી કમ મંત્રીની જગ્યા માટે છેલ્લા દિવસના અંતે તલાટી માટે કુલ 23.23 લાખ ફોર્મ ઓનલાઇન રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી 18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયાં છે. તલાટીની ભરતી માટે સર્વરની સમસ્યા સર્જાતાં વધુ બે દિવસની મુદત આપ્યા બાદ 17મી ફેબ્રુઆરીએ રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ સ્વીકારવામાં આવ્યાં હતાં. તે બાદ ડુપ્લિકેશન અને અપૂરતી વિગતો સાથેનાં ફોર્મ રદ થયા પછી ફાઇનલ 18.21 લાખ ઉમેદવારોના ફોર્મ કન્ફર્મ થયાં છે. જેમાંથી જનરલ કેટેગરીમાં આવતા ત્રણ લાખ ઉમેદવારો છે. તેમની પાસેથી 100 રૂપિયા ફોર્મ ફી પેટે લેવાતાં પંચાયત સેવા પસંદગી બોર્ડને કુલ 3 કરોડ રૂપિયાની આવક થઇ છે.

ઉપલી વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો

વર્ગ-3ની તલાટી કમ મંત્રીની સરકારી જગ્યા માટે અત્યાર સુધીના સૌથી વધુ અરજીપત્રકો મળ્યાં છે. ધોરણ-12ની શૈક્ષણિક લાયકાત અને ઉપલી વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવામાં આવ્યો હોવાથી લાખોની સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી છે. 18.21 લાખ ઉમેદવારો સામે ખાલી 3 હજાર 437 જગ્યાઓને ધ્યાને લેતાં એક જગ્યા માટે 530 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે.

આ પણ વાંચો-

Rajkot: ભૂમાફિયાના ત્રાસથી થયેલા મોતના કેસમાં પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, સાંસદ મોહન કુંડારિયાએ મૃતકના પરિવારને ન્યાય અપાવાની ખાતરી આપી

આ પણ વાંચો-

Amreli: ગુનાહિત પ્રવૃત્તિઓ છાવરવા આક્ષેપ વચ્ચે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે PSI પી.બી. લક્કડને સસ્પેન્ડ કર્યા

Next Video