રાજકોટ વીડિયો : યાજ્ઞિક રોડ પર ખ્યાતનામ DNS પર આરોગ્ય વિભાગની તવાઈ, 20 લીટર એક્સપાયરી વાળો દૂધનો જથ્થો ઝડપાયો

| Edited By: | Updated on: Nov 25, 2023 | 2:09 PM

યાજ્ઞિક રોડ પર આવેલી અને એક ગ્લાસ દૂધના 150 થી 200 રુપિયા વસૂલાતી હોય છે. ડેઝર્ટ એન્ડ શેક માંથી 20 લીટર એક્સપાયરી વાળો દૂધનો જથ્થો ઝડપાયો છે. તગડી કિંમત વસૂલીને પણ કમાણીની લ્હાયમાં કેટલાક તત્વો ગ્રાહકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરી રહ્યા છે. હવે આવું એક્સપાયરી ડેટ વાળુ દૂધ પીધા બાદ કોઈ ગ્રાહકને અસર થાય તો તેની કોઈની જવાબદારી છે.

રાજકોટમાં ફરી એક વાર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. યાજ્ઞિક રોડ પર આવેલી અને એક ગ્લાસ દૂધના 150 થી 200 રુપિયા વસૂલાતી હોય છે. ડેઝર્ટ એન્ડ શેક માંથી 20 લીટર એક્સપાયરી વાળો દૂધનો જથ્થો ઝડપાયો છે. તગડી કિંમત વસૂલીને પણ કમાણીની લ્હાયમાં કેટલાક તત્વો ગ્રાહકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરી રહ્યા છે. હવે આવું એક્સપાયરી ડેટ વાળુ દૂધ પીધા બાદ કોઈ ગ્રાહકને અસર થાય તો તેની કોઈની જવાબદારી છે.

જો કે ઉલ્લેખનીય છે કે ગ્રાહકની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં આ પર્દાફાશ થયો છે.આરોગ્યની ટીમે સ્થળ પર જ અખાદ્ય દૂધનો નાશ કરીને નોટિસ ફટકારી હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યુ છે.અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલ્યા બાદ પણ ખાદ્યસામગ્રીની ગુણવત્તા સાથે ચેડા કેમ કરવામાં આવે છે. સંચાલકો થોડી કમાણી માટે ગ્રાહકોનો જીવ જોખમમાં મુકે છે. શું ખરેખર દૂધની વાનગી બનાવવામાં એક્સપાયરી વાળા દૂધનો ઉપયોગ કરાતો હતો..?

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો