Bhavnagar : પાલિતાણામાં 200થી વધુ લોકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર, ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ અસર
ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ 200 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. હાલ તમામ લોકોને હાલ સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભાવનગરના પાલિતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ 200 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. હાલ તમામ લોકોને હાલ સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, પાલિતાણાના તળાવ વિસ્તારમાં એક ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન લીધુ હતુ. જે બાદ લોકોને ફુડ પોઈઝનિંગની અસર થતા શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ સારવાર લઈ રહેલા તમામ લોકોની હાલત સ્થિર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતા જ સ્થાનિક આગેવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
સ્થાનિક આગેવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા
થોડા દિવસો અગાઉ સુરતના કતારગામમાં વિસ્તારમાં લગ્નના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થતા 92 લોકોને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. સાથે જ આટલી મોટી માત્રામાં લોકોને ફૂડ પોઇઝનિંગનીઅસર થતા કોર્પોરેશને સ્થળ પર જ વધુ સારવાર માટે ઓપીડી શરૂ કરી હતી. સામાન્ય રીતે મોટી સંખ્યામાં જ્યાં લોકો ભોજન લેવાના હોય ત્યારે સ્વાસ્થય સંબધિત કાળજી લેવી જરૂરી બની જતી હોય છે.