SURAT : સુરતમાં પોલીસે બે તસ્કરોને 51 મોબાઈલ, 5 લેપટોપ , 8 હજારની રોકડ સહિત 7 લાખના મુદ્દામાલ સાથે પકડ્યા છે. પકડાયેલા બંને આરોપી તમિલનાડુના રહેવાસી છે.તેમજ બંને તસ્કરોની ચોરી કરવા ખાસ મોડસ ઓપરેંડી હતી. પ્રથમ બંને તસ્કરો સોસાયટીઓમાં અંધ, પાગલ કે ભીખારીનો સ્વાંગ રચી રેકી કરતા હતા અને રાતના સમયે ચોરીને અંજામ આપતા હતાક્યારેક લોકોના હાથે ઝડપાઈ જતા ત્યારે કોઈ પદાર્થ ખાઈ લેતા અને મોઢામાંથી તરત જ ફિણ નીકળવા લાગતા લોકોના મારથી પણ બચી જતા.પોલીસે બાતમીના આધારે બંને તસ્કરોની ધરપકડ કરી છે. તેમજ બંને તસ્કરોએ સુરત સિવાય મોરબી, રાજકોટ , જામનગર સહિતના જિલ્લાઓમાંથી પણ ચોરી કરી હોવાની કબુલાત આપી છે.
પોલીસના જણાવ્યા મુજબ, સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે એસઓજીની ટીમ કામ કરી રહી હતી. દરમિયાન, પોલીસને માહિતી મળી હતી કે કેટલાક આરોપીઓ શહેરમાંથી ભાગી જવાની યોજના બનાવી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે પુનાના કેનાલ રોડ પરથી બે શખ્સોની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મંજન વાઢેર અને રવિચંદ્રન વાઢેર તરીકે ઓળખાતા આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ તમિલનાડુના વેલ્લોરના વતની છે.
પોલીસે આરોપીઓ પાસેથી 8,000 રૂપિયા રોકડા, એક સોનાની વીંટી, પાંચ લેપટોપ અને 51 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. બંનેએ પોલીસને જણાવ્યું હતું કે તેઓએ સુરત શહેર અને ગ્રામ્ય તેમજ નવસારી જિલ્લામાં ચોરીઓ કરી છે.
આ પણ વાંચો : OMICRONના કેસો વધતા ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું
આ પણ વાંચો : AHMEDABAD : યુરિયા ખાતરમાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, યુરિયાની 276 થેલી જપ્ત