JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા, જાણો કોણ છે આ બન્ને વિદ્યાર્થી, જુઓ VIDEO

|

Apr 25, 2024 | 3:58 PM

JEE-Mains પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરિણામમાં 56 ઉમેદવારોએ 100 ટકા ગુણ મેળવ્યા છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ઝળક્યા છે. ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. 100 ગુણ મેળવનારી ગુજરાતના બે વિદ્યાર્થીઓ જાણો કોણ છે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ બુધવારે એન્જિનિયરિંગ પ્રવેશ માટેની JEE-Mains પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરિણામમાં 56 ઉમેદવારોએ 100 ટકા ગુણ મેળવ્યા છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ઝળક્યા છે. ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. 100 ગુણ મેળવનારી ગુજરાતના બે વિદ્યાર્થીઓમાં મિત પારેખ અને હર્ષલ કાનાણીનો સમાવેશ થાય છે. રાજ્યમાં આ બન્ને વિદ્યાર્થી પ્રથમ નંબરે રહ્યા છે.

દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર મિત પારેખ રાજકોટનો મૂળ વતની છે.ણે ઓલ ઇન્ડિયામાં 28મોં રેન્ક મેળવ્યો છે. જ્યારે હર્ષલ કાનાણીએ ઓલ ઈન્ડિયામાં 44 મો રેન્ક મેળવ્યો છે. હર્ષલ સૌરાષ્ટ્રનો છે. બન્ને વિદ્યાર્થીઓ પોતાની મહેનત સાથે JEE-Mainsના ગુજરાતના ટોપર્સ બની ચૂક્યા છે.

મિત સાથે વાત કરતા તેણે જણાવ્યું કે 2 વર્ષથી સતત મહેનત કરી હતી અને આખરે તેનું રિઝલ્ટ આજે તેને મળ્યું છે. આ સાથે ક્લાસિસ સિવાય પણ તે 4થી 5 કલાકની સતત મહેનત બાદ આ સિદ્ધિ હાસલ કરી હોવાનું જણાવ્યું હતુ. Tv9 સાથે વાત કરતા તેણે કહ્યું હતુ કે તે કોમ્પ્યુટર એન્જિન્યર બનવા માંગે છે એટલે તે B.Tech કરવા માંગે છે.

આ સાથે હર્ષલ સાથે પણ વાત કરી હતી જે અંગે હર્ષલે જણાવ્યુ કે મહેનત તો ખુબ કરી છે આથી જો એડવાન્સમાં સારો રેન્ક મળી જશે તો વધારે ખુશી થશે.

 

Published On - 3:56 pm, Thu, 25 April 24

Next Video