ભાવનગરમાંથી ઝડપાયું ગેરકાયદે ચાલતું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર, જુઓ Video

| Edited By: | Updated on: Jun 01, 2023 | 10:15 PM

ભાવનગરમાં ફરી વખત ગેરકાયદેસર કોલ સેન્ટર પકડાયું છે. આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા 2 શખ્સની ધરપકડ પોલીસે કરી છે. વિદેશી નાગરિકોના ડેટા મેળવી લોનના નામે ઠગાઇ આચરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Bhavnagar: શહેરમાંથી ફરી એક વખત ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પકડાયું છે. પોલીસે બે માસ્ટરમાઇન્ડ યુવકોની ધરપકડ પણ કરી છે. ઘોઘા રોડ પર આવેલી શિવ પાર્ક સોસાયટીમાં ભાડે મકાન રાખીને બે યુવકો ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હતા. તેઓ વિદેશી નાગરિકોના ડેટા લઇને લોનના બહાને મેસેજ કરીને રૂપિયા પડાવી લેતા હતા. અમેરિકાના નાગરિકોને વોટ્સએપ મારફતે મેસેજ મોકલીને અને મેઇલ મારફતે ઠગાઇ આચરતા હતા. પોલીસે છેતરપિંડી આચરતા બંને શખ્સ અર્પિત મેકવાન અને ધ્રુવ ત્રિવેદીને ઝડપી પાડ્યા છે. સાથે જ પોલીસે ઘટનાસ્થળ પરથી 60 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો છે. પોલીસે ઠગાઇ કરતા બંને માસ્ટરમાઇન્ડ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને સાચવવામાં મોદી સરકાર અગ્રેસર, PM મોદીના 9 વર્ષના નેતૃત્વમાં આ મંદિરોને મળ્યુ દિવ્ય સ્વરૂપ

પોલીસે ઝડપેલા કોલ સેન્ટરમાં અન્ય શખ્સો પણ સામેલ હોઇ શકે છે. હાલ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે, અગાઉ પણ ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું હતું. જે બાદ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું છે.

ભાવનગર  અને ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો