Rajkot News: MBS ઓર્નામેન્ટ્સના કારખાનામાં 2 પરપ્રાંતિય મજૂરોની હત્યા, પોલીસે 5 લોકોની કરી અટકાયત, જુઓ Video

Rajkot News: MBS ઓર્નામેન્ટ્સના કારખાનામાં 2 પરપ્રાંતિય મજૂરોની હત્યા, પોલીસે 5 લોકોની કરી અટકાયત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 14, 2023 | 8:04 AM

રાજકોટમાં ચોરીની આશંકાએ માલિકે જ મજૂરોને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. શહેરના ભાવનગર રોડ પર MBS ઓર્નામેન્ટ્સ નામના કારખાનામાં બે પરપ્રાંતિય મજૂરોની હત્યા કરાઈ છે. ચાંદીની ચોરીની આશંકાએ કારખાનાના માલિક અને તેના મળતિયાઓએ મજૂરોને ઢોર માર માર્યો હતો.પોલીસે કારખાનાના માલિક અને તેના મળતિયાઓની અટકાયત કરી છે.

Rajkot News : રાજકોટમાં ચોરીની આશંકાએ માલિકે જ મજૂરોને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. શહેરના ભાવનગર રોડ પર MBS ઓર્નામેન્ટ્સ નામના કારખાનામાં બે પરપ્રાંતિય મજૂરોની હત્યા કરાઈ છે. ચાંદીની ચોરીની આશંકાએ કારખાનાના માલિક અને તેના મળતીયાઓએ મજૂરોને ઢોર માર માર્યો હતો.

પોલીસે કારખાનાના માલિક અને તેના મળતિયાઓની અટકાયત કરી છે. મજૂરો પર ચાંદીની ચોરી કરવાનો આરોપ હતો. જેનો ખાર રાખીને હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. પોલીસ તપાસમાં રાહુલ અને મીનુની હત્યા કારખાનાના માલિક સાગર સાવલિયા અને તેના મળતિયાઓએ કરી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : Breaking News : Rajkot માં કરોડોનું બોગસ બિલિંગના કૌભાંડનો થયો પર્દાફાશ, આરોપીની કરી ધરપકડ

પોલીસના કહેવા પ્રમાણે કારખાનામાં છેલ્લા થોડા દિવસથી ચાંદીના જથ્થામાં ક્રમશ ઘટાડો જોવા મળતો હતો. જેમાં 3 કિલો જેટલી ચાંદીની ઘટ આવી હતી. તે દરમિયાન તપાસમાં કારખાનેદારે રાહુલ નામના કારિગરને 100 ગ્રામ ચાંદીના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

કારખાનેદારે ચાંદી લેનાર મીનુ નામના શખ્સને કારખાને બોલાવીને લાકડા અને પ્લાસ્ટિકના પાઈપ વડે ઢોર માર માર્યો હતો. ત્યારબાદ તેને ઓરડામાં બંધ કરીને નીકળી ગયા હતા. જે બાદ સવારે બંન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે 5 જેટલા શખ્સોની અટકાયત કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો