AMC ની બેદરકારી? અમદાવાદમાં એક જ દિવસમાં 178 નવા કોરોના કેસ, છતાં એક પણ વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ નહીં

|

Dec 29, 2021 | 10:30 AM

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 178 નવા કોરોના કેસ આવ્યા છે. છતાં એક પણ માઈક્રો કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયો નથી.

Corona in Ahmedabad: અમદાવાદમાં દિવસે-દિવસે કોરોનાના કેસ (Corona Case) વધી રહ્યા છે. ત્યારે AMCના આરોગ્ય વિભાગની (AMC Health Department) બેવડી નીતિ સામે આવી છે. કેટલાક વિસ્તારોમાં 3 થી 5 કેસ હોય તો પણ માઈક્રો કન્ટેનમેન્ટ એરિયા (Micro containment zone) જાહેર કરવામાં આવે છે. જ્યારે કેટલાક સ્થળો પર વધુ કેસ હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. શહેરમાં બે દિવસ દરમિયાન 178 નવા કેસ નોંધાયા છે. તેમ છતાં એકપણ કન્ટેનમેન્ટ એરિયા જાહેર નથી કરાયો.

જેને લઈ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું અધિકારીઓ કોઈપણ જાતની નિરીક્ષણ કર્યા વિના આડેધડ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરે છે? શું આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોનાને લઈ ગંભીર નથી? શા માટે લોકોના જીવ જોખમમાં મૂકાય તે પ્રકારની કામગીરી કરવામાં આવે છે?

 

આ પણ વાંચો: Bihar: નીતિશ સરકારની મુશ્કેલીઓ વધી, માંઝીએ સરકારને તોડી પાડવાની ધમકી આપ્યા બાદ ભાજપ બેક ફૂટ પર, સુશીલ મોદી ડેમેજ કંટ્રોલમાં

આ પણ વાંચો: દારુની ખેપ મારનારાઓની ખેર નથી: વલસાડ જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો બંદોબસ્ત, સઘન ચેકિંગ

Published On - 10:12 am, Wed, 29 December 21

Next Video