ગુજરાતના 156 માછીમારો હજુ પાકિસ્તાન જેલમાં બંધ, શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો માછીમારોનો મુદ્દો
રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે માછીમારોને મુક્ત કરાવવા સરકાર પ્રયાસ કરે, સાથે જ સરકાર પાસે માગ કરી કે વર્ષ 2017થી જેલમાં રહેલા માછીમાર સાથે પત્રવ્યવહાર બંધ થયો છે. જેથી માછીમારો પરિવાર સાથે પત્ર વ્યવહારથી સંપર્ક કરે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે.
પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાતના માછીમારોનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો અને કહ્યું કે અત્યારે હાલ પણ પાકિસ્તાન જેલમાં ગુજરાતના 156થી વધુ માછીમારો બંધ છે.
માછીમારોને મુક્ત કરાવવા સરકાર પ્રયાસ કરે, સાથે જ સરકાર પાસે માગ કરી કે વર્ષ 2017થી જેલમાં રહેલા માછીમાર સાથે પત્રવ્યવહાર બંધ થયો છે. જેથી માછીમારો પરિવાર સાથે પત્ર વ્યવહારથી સંપર્ક કરે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે.
આ પણ વાંચો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આગોતરા જામીન અરજી કરી નામંજૂર
આ ઉપરાંત માછીમારોને ફીશીંગ બોટ માટે સબસીડી આપવામાં આવે અને લોનના હપ્તા વધારવામાં આવે તેવી પણ માગ કરી છે. તો ભાજપ સરકારમાં જીપીએસ સિસ્ટમ માટે ફાળવાયેલા બજેટમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો છે. કૌભાંડની યોગ્ય તપાસ થાય તેવી પણ માગ કરી છે.
