ગુજરાતના 20 જિલ્લામાં લમ્પી વાયરસનું સંક્રમણ, 1431 પશુનાં થયા મોત

|

Aug 01, 2022 | 3:51 PM

ગુજરાતમાં લમ્પી વાયરસનું (Lumpy virus) સંક્રમણ સતત ચિંતાજનક હદે વકરી રહ્યું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 20 જિલ્લામાં લમ્પી રોગ ફેલાયો છે.

ગુજરાતમાં (Gujarat) પશુઓમાં લમ્પી રોગ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યા છે. જો કે સરકારનો દાવો છે કે, પશુઓનું સતત વેક્સીનેશન (Vaccination) કરવામાં આવી રહ્યુ છે. સંક્રમણ ફેલાય નહીં તે માટે કેટલાક ઝોન અલગ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે જ દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. કેટલાક ઝોન ક્વોરોન્ટાઇ કરવામાં આવ્યા છે. જો કે વાસ્તવિકતા ભયાનક છે. કેમ કે જે લમ્પી વાયરસની શરુઆત એક જિલ્લાથી થઇ હતી. 12 જિલ્લા સુધી જ તેના આંકડા હતા. જો કે હવે 20 જેટલા જિલ્લામાં લમ્પી વાયરસ (Lumpy virus) ફેલાઇ ગયો છે.

20 જિલ્લામાં ફેલાયો લમ્પી

ગુજરાતમાં લમ્પી વાયરસનું સંક્રમણ સતત ચિંતાજનક હદે વકરી રહ્યું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 20 જિલ્લામાં લમ્પી રોગ ફેલાયો છે. કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, બનાસકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, પાટણ, અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, મહીસાગર,વલસાડ જિલ્લામાં લમ્પીએ પશુઓને લપેટમાં લીધા છે. 1935 ગામડામાં પશુઓમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાયું છે. લમ્પી વાયરસથી અત્યાર સુધીમાં 1431 પશુઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 8 લાખ 17 હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કચ્છમાં સૌથી વધુ 37,414 કેસ નોંધાયા છે. તો કચ્છમાં 58 પશુનાં મોત થયા છે

સૌથી વધુ કચ્છ જિલ્લામાં નોંધાયા કેસ

અત્યાર સુધી નોંધાયેલા કેસમાં સૌથી વધુ 37,414 (69%) કેસ કચ્છ જિલ્લામાં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 4108 (7.5%), જામનગર જિલ્લામાં 3559 (6.6%) કેસ નોધાયા છે. આજે નોંધાયેલ નવા કેસની વાત કરીએ તો 1867 કેસ પૈકી સૌથી વધુ કચ્છ જિલ્લામાં 373 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં-318, રાજકોટ જિલ્લામાં 349, બનાસકાાંઠા જિલ્લામાં 274 અને જામનગર જિલ્લામાં 244 કેસ નોધાયા છે.

Published On - 3:47 pm, Mon, 1 August 22

Next Video