Surat : 1200 કરોડથી વધુના GST કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ, પોલીસ કમિશનરે કર્યો મોટો ખુલાસો

|

Nov 24, 2022 | 9:33 AM

સુરત પોલીસ કમિશનર શરદ સિંઘલે ખુલાસો કરતા કહ્યું કે 3 નવેમ્બરે અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના અનેક શહેરનોમાં બાતમીને આધારે પોલીસે ફેક કંપની પર રેડ કરી હતી.

રાજ્યમાં ફેક બિલિંગને આધારે 1206 કરોડના GST કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે GST કૌભાંડ અંગે સુરત પોલીસ કમિશનરે ખુલાસો કર્યો છે. સુરત પોલીસ કમિશનર શરદ સિંઘલે ખુલાસો કરતા કહ્યું કે 3 નવેમ્બરે અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના અનેક શહેરનોમાં બાતમીને આધારે પોલીસે ફેક કંપની પર રેડ કરી હતી. તપાસ દરમિયાન 1200 કરોડ GST કૌભાંડ થયું હોવાનો ખુલાસો થયો હતો. સાથે જ પોલીસ કહ્યું કે 19 ઓક્ટોબરે થયેલી FIRમાં કુલ 33 કંપની ધ્યાને આવી હતી. જેમાંથી 11 સ્થળે ફેક પેઢી મળી આવી હતી.

ફેક બિલિંગથી 3 હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર !

એટલું જ નહીં અત્યાર સુધી ફેક બિલિંગના આધારે 3 હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર કરવામાં આવ્યું છે. તો તપાસ દરમિયાન 600 કરોડના ઇનપુટ ક્રેડિટ પણ મળી આવ્યાં છે. હાલ પોલીસ ગુજરાત સિવાય અન્ય રાજ્ય કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યમાં પણ ફેક બિલિંગ નેટવર્કનો પર્દાફાશ કરશે.

Next Video