Ahmedabad : નવરાત્રીને લઇને પોલીસની 12 મુદ્દાની ગાઇડલાઇન જાહેર, ઇન્સ્યોરન્સ વગર તો ગરબા જ નહીં યોજી શકે, જુઓ Video
નવરાત્રીના પર્વને હવે થોડા જ દિવસો બાકી છે. અમદાવાદમાં ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષે અમદાવાદમાં 50થી વધુ પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે નવરાત્રીને (Navratri 2023) લઇને શહેર પોલીસની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
Ahmedabad : નવરાત્રીના પર્વને હવે થોડા જ દિવસો બાકી છે. અમદાવાદમાં ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષે અમદાવાદમાં 50થી વધુ પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે નવરાત્રીને (Navratri 2023) લઇને શહેર પોલીસની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો-Ahmedabad : એરપોર્ટ પર ક્રિકેટ વર્લ્ડકપની લાઈફ-સાઈઝ ટ્રોફી સાથે મુસાફરોનું થશે સ્વાગત , જુઓ PHOTOS
અમદાવાદમાં ગરબા આયોજકો માટે પોલીસ કમિશનરની 12 મુદ્દાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ખેલૈયાઓ માટે આયોજકોએ ફરજીયાત વીમા પોલિસી લેવી પડશે. સાથે જ ફરજીયાત ફાયરસેફ્ટી, CCTV અને પાર્કિગની વ્યવસ્થા કરવી પડશે.પોલીસ કમિશનરના પરિપત્રના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. ગરબા આયોજકોને ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે.
શું છે 12 મુદ્દાની ગાઇડલાઇન ?
- નવરાત્રિ આયોજન માટે પોલીસ મંજૂરી ફરજીયાત
- ગરબા આયોજકોએ રજૂ કરવું પડશે આધારકાર્ડ
- જગ્યા માલિકનું સંમતિપત્રક અથવા ભાડાનો કરાર જરુરી
- મહિલા-પુરૂષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યાની વિગત રાખવી
- ફાયર સેફ્ટિનું અમદાવાદ કોર્પોરેશનનું પ્રમાણપત્ર જરુરી
- સરકારી માન્યતા પ્રાપ્ત વાયરમેનનું સંમતિપત્રક હોવુ જોઇએ
- ગરબા સ્થળે જનરેટરની વ્યવસ્થા અંગેની વિગતો હોવી ફરજીયાત
- ક્યાં અને કેટલા CCTV લગાવાયા છે તેની વિગતો રાખવી
- સાઉન્ડ સિસ્ટમના વ્યક્તિનું નામ-સરનામુ પુરાવા જરુરી
- ગરબા પરફોર્મ કરનારા આર્ટિસ્ટનું સંમતિપત્રક હોવુ જોઇએ
- ખેલૈયાઓ માટે લીધેલી વીમા પોલિસીની વિગતો ફરજીયાત
- ગરબા સ્થળે કરાયેલ પાર્કિગની વ્યવસ્થાની વિગતો રાખવી
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો