Corona Vaccine Update: અમદાવાદ શહેરમાં કોરોના વેક્સીન લેવા કોર્પોરેશને પ્રલોભનો આપ્યા અને કડક તપાસ અભિયાન પણ ચલાવ્યું. છતાં હજુ 10 લાખ લોકોએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. શહેરમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવી વ્યક્તિ હવે ખૂબ ઓછી છે, પણ બીજો ડોઝ ન લીધો હોય તેમની સંખ્યા મોટી છે.
જનાવી દઈએ કે બીજી લહેર બાદ શહેરમાં વેક્સિનેશન વધારવા AMC એ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ઘણી સ્કીમો અને આયોજનો બાદ પણ હજુ લોકો બીજો ડોઝ લેવા પ્રેરાયા નથી. કોર્પોરેશને અત્યાર સુધીમાં વેક્સિન લેવા માટે નાગરિકોને 3.49 લાખ તેલનાં પાઉચ, લકી ડ્રોના માધ્યમથી 10 ફોન આપ્યાં છે. તેમ છતાં હજુ ઘણા લોકો વેક્સિન લેવા માટે ઉત્સાહિત નથી.
શહેરમાં વધુને વધુ લોકો વેક્સિન લેવા માટે આવે તે માટે AMCએ તેલનાં પાઉચ વહેંચ્યા, સિનિયર સિટીઝનો-અશક્તોને ઘરે જઈને વેક્સિન આપી, રસી ન લેનારાને બાગ-બગીચા, જાહેર સ્થળો, AMTS, BRTS, AMC કચેરીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયેલો છે.. એટલું જ નહીં મોલ-હોટેલો, ઓફિસોમાં તપાસ કરી વેક્સિન ન લેનારા સામે કાર્યવાહી પણ કરાઈ છે. તેમ છતાં હજુ પણ 10.57 લાખ નાગરિકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.
Published On - 6:49 am, Fri, 17 December 21