Gujarati VIDEO :  સુરતમાં બે ગેંગ વચ્ચે માથાકૂટનો લોહિયાળ અંજામ ! ડબલ હત્યાના કેસમાં પોલીસે 10 આરોપીની કરી ધરપકડ

Gujarati VIDEO : સુરતમાં બે ગેંગ વચ્ચે માથાકૂટનો લોહિયાળ અંજામ ! ડબલ હત્યાના કેસમાં પોલીસે 10 આરોપીની કરી ધરપકડ

| Edited By: | Updated on: Mar 05, 2023 | 12:14 PM

મૃતક અને આરોપીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકુટ ચાલતી હતી.આથી પોલીસને બાતમી આપવાનો વહેમ રાખી આરોપીઓએ મૃતક સાથે મારામારી કરી હતી.

Surat : સુરતના ચોકબજારમાં ડબલ હત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત 10 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યુ છે કે મૃતક અને આરોપીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકુટ ચાલતી હતી.આથી પોલીસને બાતમી આપવાનો વહેમ રાખી આરોપીઓએ મૃતક સાથે મારામારી કરી હતી. હાલ આરોપીઓેને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વહેમ રાખી આરોપીઓએ મૃતક સાથે મારામારી કરી

મહત્વનું છે કે ચોક બજાર વિસ્તારના કારખાનામાં કામ કરતાં ઓડિશાની બે ગેંગ વચ્ચે થયેલી માથાકૂટનો લોહિયાળ અંજામ આવ્યો હતો. બે દિવસ અગાઉ સવારે એક ગેંગના લોકોએ હુમલો કર્યો હતો. જેમાં બે યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ સુરતમાં છનો માલિયો અને દીનો ગેંગ વચ્ચે પૈસાની લેતીદેતીને લઈને ગેંગવોર થયું હોવાનું સામે આવ્યુ હતુ. બન્ને ગેંગના ચાર લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ગેંગવોરમાં બે લોકોના મોત નિપજ્યા, જ્યારે બે લોકો હોસ્પિટલમાં સરવાર હેઠળ છે.

ઘટના અંગે DCP રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે ચોકબજાર પંડોળ વિસ્તારની ઘટનામાં નાસીર અને દિવાન નામના ઇસમોને 4 ભોગ બનનારા સાથે જૂની પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. જેમાં રાજુ અને કૈલાશ નામના વ્યક્તિનું મોત થયું છે.

Published on: Mar 05, 2023 11:50 AM