Gram Panchayat Election: અમરેલીના હનુમાન ખીજડિયાના ગ્રામજનોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, ST બસની સુવિધા નહીં તો મતદાન નહીંના સૂત્રોચ્ચાર કર્યા

|

Dec 18, 2021 | 7:26 PM

ગ્રામજનોને એસટી બસની સુવિધા ન મળતા ગામ બહાર જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. હનુમાન ખીજડિયાના ઘણા વિદ્યાર્થીઓ વડીયાની શાળામાં અભ્યાસ કરે છે. જો કે એસટી બસ ન આવવાને કારણે આ વિદ્યાર્થીઓને વડિયા જવામાં મુશ્કેલીઓ નડે છે.

Gram Panchayat Election: અમરેલીના હનુમાન ખીજડિયાના ગ્રામજનોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, ST બસની સુવિધા નહીં તો મતદાન નહીંના સૂત્રોચ્ચાર કર્યા
Villagers of Hanuman Khijariya boycott Election

Follow us on

અમરેલી (Amreli) જિલ્લાના છેવાડાના હનુમાન ખીજડિયા ગામમાં લોકોને એસટી બસ (ST bus)ની સુવિધા નથી મળતી. જેના કારણે ગ્રામજનો (villagers)ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વારંવાર આ અંગે રજુઆત કરવા છતા તંત્ર દ્વારા આ સમસ્યાને હલ ન કરાતા અંતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર (Gram Panchayat Election) કરવાની ચીમકી આપી છે. કલેકટર કચેરીએ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોએ આવેદનપત્ર આપી ST બસની સુવિધા નહીં તો મતદાન નહીંના સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

ગ્રામજનોની સમસ્યા

અમરેલી જિલ્લાના વડીયામાં હનુમાન ખીજડિયા ગામ આવેલુ છે. જ્યાં ગ્રામજનોને એસટી બસની સુવિધા ન મળતા ગામ બહાર જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. હનુમાન ખીજડિયાના ઘણા વિદ્યાર્થીઓ વડીયાની શાળામાં અભ્યાસ કરે છે. જો કે એસટી બસ ન આવવાને કારણે આ વિદ્યાર્થીઓને વડિયા જવામાં મુશ્કેલીઓ નડે છે. ગ્રામજનોનું કહેવુ છે કે તેમણે એસટી વિભાગના અધિકારીઓને વારંવાર રજુઆત કરી છે. આમ છતા સમસ્યાનું નિરાકરણ આવતુ નથી.

 

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ગ્રામજનોનો આક્ષેપ

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે એસટી બસની સુવિધા ન હોવાને કારણે તેમણે અનેકવાર એસટી વિભાગના અધિકારીઓને ફોન પર ફરિયાદ કરી છે. જોકે આ અધિકારીઓએ તેમના નંબર બ્લેક લિસ્ટમાં મુકી દીધા છે અને ફરિયાદને લઈને આંખ આડા કાન કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે.

 

ગ્રામજનોનો વિરોધ

ગ્રામજનો એસટી બસની સમસ્યાને લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. કલેકટરને લેખિતમાં આ સમસ્યાની રજુઆત કરી એક દિવસમાં બસની સુવિધા શરૂ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

 

 

 

મહત્વનું છે કે 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. 8,684 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેનું પરિણામ 21 ડિસેમ્બરે પરિણામ જાહેર થવાનું છે. 19 ડિસેમ્બરે 27,200 સરપંચ અને 1,19,998 સભ્યનું ભાવી સીલ થશે થશે તો મહતવનું છે કે 1,167 ગ્રામ પંચાયત બિન હરિફ થઈ છે અને 9,669 સભ્ય બિન હરીફ ચૂંટાયા છે. ત્યારે અંશતઃબિન હરીફ ગ્રામ પંચાયતની સંખ્યા 6,446 તો 4,511 સરપંચ અને 26,254 સભ્ય બિન હરીફ થયા હોવાનું જાણવા મળ્યું છે.

 

આ પણ વાંચો : ચીને લદ્દાખમાં 1 હજાર કિમી જમીન પર કબજો કર્યો અને પીએમ મોદી મૌન છે, અમેઠીમાં રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ

 

આ પણ વાંચો : રાજનાથ સિંહે ફ્રાન્સના રક્ષા મંત્રી સાથે અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા, કહ્યું- ચીનનો સામનો કરવા ભારત પાસે છે ઈચ્છાશક્તિ અને ક્ષમતા

Published On - 7:24 pm, Sat, 18 December 21

Next Article