Gir Somnath: સુપ્રસિદ્ધ કનકાઈ માતાજીનું મંદિર દર્શનાર્થે બંધ કરાયું, 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ

ગીરના મધ્યે પ્રકૃતિના ખોળે આવેલું સુપ્રસિદ્ધ કનકાઈ માતાજીનું મંદિર દર્શનાર્થે બંધ કરાયું છે. વનવિભાગના પરિપત્ર બાદ 30 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ગીરના મધ્યે પ્રકૃતિના ખોળે આવેલું સુપ્રસિદ્ધ કનકાઈ માતાજીનું મંદિર દર્શનાર્થે બંધ કરાયું છે. વનવિભાગના પરિપત્ર બાદ 30 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ચૈત્રી નવરાત્રિમાં પ્રથમ વખત પ્રત્યક્ષ દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે.

દર વર્ષે ચૈત્રી નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ આ વર્ષે મંદિર ટ્રસ્ટે લોકોને ઘરે રહીને જ માતાજીને ભજવાની અપીલ કરી છે. ચૈત્રી નવરાત્રી ઉત્સવ પણ મોકૂફ રખાયો છે. મહત્વનું છે કે 84 જ્ઞાતિના કુળદેવી એવા કનકેશ્વરી માતાજીનું મંદિર ખૂબ જ જાણીતું છે, ત્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. પરંતુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.