ચંદ્રિકા સાહાના પતિએ તેના 15 મહિનાના પુત્ર સાથે કર્યું ખરાબ વર્તન, એક્ટ્રેસે નોંધાવી FIR, જુઓ Video
એક્ટ્રેસ ચંદ્રિકા સાહાએ (Chandrika Saha) તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હકીકતમાં તેના પતિએ તેના જ 15 મહિનાના બાળકને ખરાબ રીતે ઈજા પહોંચાડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
‘સીઆઈડી’, ‘સાવધાન ઈન્ડિયા’ જેવા શોમાં દેખાઈ ચૂકેલી ટીવી એક્ટ્રેસ ચંદ્રિકા સાહાએ (Chandrika Saha) હાલમાં જ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેના પતિએ તેના જ 15 મહિનાના બાળકને ખરાબ રીતે ઈજા પહોંચાડી હતી. એક્ટ્રેસે મુંબઈના બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ચંદ્રિકાએ પોતાના ઘરમાં ઘાયલ બાળકને જોયો તો તેના હોશ ઉડી ગયા. આ ઘટના શુક્રવારે બની હતી.
આ પણ વાંચો : Priyank Chopra Video : આટલો ક્યુટ અવાજ, પ્રિયંકા ચોપરાની પુત્રી માલતીનો પહેલો ખિલખિલાટ કરતો Video Viral
મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે એક્ટ્રેસે જોયું કે તેનું બાળક તેના રૂમમાં રડી રહ્યું હતું અને તેના આખા શરીર પર વાગ્યું હતું. એક્ટ્રેસે પહેલા બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને પછી પુત્રના રૂમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. જ્યારે ચંદ્રિકાએ સીસીટીવી જોયુ તો એક્ટ્રેસનો પતિ પોતાના બાળકને ત્રણ વખત જમીન પર પછાડી રહ્યો હતો. એક્ટ્રેસ તેના પતિ અને બાળક સાથે મલાડમાં રહેતી હતી. એટલું જ નહીં તેણે પોલીસને એ પણ જણાવ્યું કે તેનો પતિ જે માત્ર 21 વર્ષનો છે. આ બાળકના જન્મથી તે ખુશ ન હતો. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસની ઉંમર 41 વર્ષ છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…