Liger Trailer Out : દેવરકોંડાની લાઈગરનું ટ્રેલર એક્શનથી ભરપૂર છે, લોકોએ કહ્યું ટ્રેલર આવું છે તો ફિલ્મ કેટલી ધાંસુ હશે

| Edited By: | Updated on: Jul 21, 2022 | 11:48 AM

Liger Trailer Released: વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગરના ટ્રેલરને લઈ ચાહકો ઉત્સાહિત હતા. આજે આ દેવરકોંડાના ચાહકોનો આ ઉત્સાહ આજે પૂર્ણ થયો છે હવે તેમાં ફિલ્મ જોવાની ઉત્સુક્તા પણ છે

Liger Trailer Out: સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને અન્ન્યા પાંડેની મોસ્ટ અવેટેડ ફિલ્મ લાઈગર (Liger Trailer Out) નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, વિજય આ ફિલ્મમાં બોલિવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે, આ એક્શનથી ભરપુર ફિલ્મનું ટ્રેલરના રિલીઝ થવાની લોકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા, 2 મિનિટ અને 2 સેકેન્ડના ટ્રેલરની શરુઆત એક ડાયલોગ સાથે થાય છે, જેમાં વિજયની માં કહે છે. એક લૉયન અને ટાઈગર પુત્ર છે, આ ક્રોસબ્રીડ મારો પુત્ર છે, ત્યારબાદ અભિનેતા જબરદસ્ત એક્શન જોવા મળે છે. આ ટ્રેલર એટલું દમદાર છે કે તમે નજર દુર કરી શકશો નહિ, વિજયનો નવો અવતારે લોકોના દિલ જીતી લીધા છે, અનન્યા ( Ananya Pandey)ને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

ટ્રેલરમાં વિજયની જબરદસ્ત એક્શન

 

 

 

 

લાઈગરનું ટ્રેલર રિલીઝ થતાં જ વિજયના ચાહકો ભરપુર પ્રેમ વરસાવ્યો છે. લોકો ટ્વિટર પર પણ પોતાનું રિએક્શન આપી રહ્યા છે, ટ્વિટર પર હેશટેગ #Liger ટ્રેન્ડ કરવા લાગ્યા છે, ટ્રેલરમાં વિજયની જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે. આ એક્શન જોઈ લોકોનું કહેવું છે કે, આ ફિલ્મ બ્લોકબસ્ટર હશે. તો ચાલો જઈએ ફિલ્મનું ટ્રેલર

 

 

તમને જણાવી દઈએ કે, ફિલ્મ મેકર કરણ જોહરની ધર્મા પ્રોડ્ક્શનના બેનર હેઠળ આ ફિલ્મ હિન્દી, તમિલ , તેલુગુ, મલયાલમ અને કન્નડની સાથે 25 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. ફિલ્મની સ્ટોરી વિજય સ્ટ્રીટ ફાઈટર સાથે એમએમએ ફાઈટર સુધીની સફળ બતાવવામાં આવી છે.

 

જેમ જેમ ફિલ્મની રિલીઝ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ ફિલ્મ માટે લોકોનો ક્રેઝ પણ વધી રહ્યો છે. ગીતમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. લાઈગરના સોંગ પણ એકદમ કેચી લાગી રહ્યા છે. આ ફિલ્મ વિજય અને અનન્યાની પહેલી ફિલ્મ છે, આ ગીતોમાં થોડો સાઉથ ટચ છે અને દેખીતી રીતે બોલિવૂડ ફ્લેવર હશે કારણ કે આ ગીત બોલિવૂડ ફિલ્મનું છે.