AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Liger’ના ટીઝરે તોડ્યા તમામ રેકોર્ડ, 2 દિવસમાં 20 મિલિયનથી વધુ વ્યૂઝ અને 500Kથી વધુ લાઈક્સ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 7:50 PM
Share

સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરકોંડાની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ ‘લાઈગર’નું માત્ર ટીઝર જ રીલિઝ થયું છે, જેને બે જ દિવસમાં 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

સાઉથની ફિલ્મોનો (South Movies) ક્રેઝ એટલો વધી ગયો છે કે હવે બોલિવૂડની ફિલ્મો તેમની સામે ઝાંખી પડવા લાગી છે. ઘણા એવા કલાકારો છે જેમની ફિલ્મોને લોકો જોવાનું પસંદ કરે છે અને આ સ્ટાર્સમાં અલ્લુ અર્જુનનો (Allu Arjun) નંબર પ્રથમ આવે છે, ત્યારબાદ વિજય દેવેરાકોંડાનો (Vijay Deverakonda) નંબર આવે છે અને તે પછી બધા કલાકારો છે.

સાઉથની ફિલ્મોમાં એક અલગ પ્રકારની એક્શન, રોમાન્સ, કોમેડી અને સસ્પેન્સ હોય છે, જે એક વાર્તાને મજબૂત રીતે રજૂ કરે છે. હવે સાઉથની ફિલ્મોના મોટાભાગના કલાકારો બોલિવૂડ તરફ વળ્યા છે અને તેઓ એકથી એક સારી ફિલ્મો કરી રહ્યા છે.

હાલમાં જ સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરકોંડાની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ ‘લાઈગર’નું માત્ર ટીઝર જ રીલિઝ થયું હતું, જેને બે જ દિવસમાં 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. આ સાથે જ ટીઝરે ડિજીટલ વ્યૂઝના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ટીઝરને લોકોએ કેટલો પ્રેમ આપ્યો છે તે વાતનો અંદાજ તમે તે વાત પરથી લગાવી શકો છો કે ટીઝરને 500Kથી વધુ લોકોએ લાઈક કર્યુ છે.

 

લોકોનો આ પ્રતિભાવ જોઈને વિજય અભિભૂત થઈ ગયો અને તેણે આ પ્રેમ બદલ સોશિયલ મીડિયા પર લોકોનો આભાર પણ માન્યો છે. વિજય દેવેરકોંડા હાલ ટ્રેન્ડિંગમાં છે કારણ કે તેની આગામી એક્શન ફિલ્મ ‘લાઈગર’ની ઝલકને દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ‘Liger’ની માત્ર એક ઝલકે સોશિયલ મીડિયા પર નવા રેકોર્ડ બનાવ્યા છે. વિજય દેવેરકોંડા દ્વારા શેર કરવામાં આવેલી ક્લિપને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો છે. લોકોના પ્રતિભાવને જોતા નમ્ર બનીને, અભિનેતાએ ચાહકોને ‘આઈ લવ યુ’ કહ્યું.

 

તેલુગુ સ્ટાર પુરી જગન્નાથ સાથેની તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા કિક બોક્સરની ભૂમિકા ભજવતો જોવા મળશે. ધર્મા પ્રોડક્શન્સ અને પુરી કનેક્ટ્સ દ્વારા સંયુક્ત રીતે ફાઈનાન્સ કરાયેલ, આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પણ વિજય દેવરકોંડા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ભૂતપૂર્વ દિગ્ગજ બોક્સર માઈક ટાયસન પણ આ ફિલ્મથી ભારતીય ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહ્યો છે. જોકે, તે આ ફિલ્મમાં માત્ર કેમિયોમાં જ જોવા મળશે.

આ ફિલ્મ તમિલ, કન્નડ અને મલયાલમમાં ડબ કરેલા વર્ઝન સાથે હિન્દી અને તેલુગુ બંનેમાં રિલીઝ થશે. હિન્દી અને તેલુગુ બંને ભાષામાં શૂટ થયેલ, લાઈગર 25 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થવાની છે. અભિનેતાએ બોક્સરની ભૂમિકા માટે સઘન તાલીમ લીધી છે. સખત વર્કઆઉટ સેશન પછી અભિનેતાને ઘણી વખત જીમની બહાર સ્પોટ કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો –

વરુણ ધવને પિતા ડેવિડ ધવનના આશીર્વાદ સાથે નવા વર્ષની કરી શરૂઆત, ચાહકોએ કહ્યું, ‘સંસ્કારી પુત્ર’

આ પણ વાંચો –

The Big Picture : આગામી એપિસોડ હશે ધમાકેદાર, રણવીર સિંહ સાથે જોવા મળશે આ સુપરસ્ટાર

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">