National Film Awards Announcement: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની થઈ રહી છે જાહેરાત, અજય દેવગન અને સુર્યાને બેસ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો

68th National Film Awards Latest Updates : અહિ જુઓ ક્યા અભિનેતા અને અભિનેત્રી અને કઈ ફિલ્મને નેશનલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે,

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 5:09 PM

68th National Film Awards winners list : દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં આજે 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (National Film Awards )ની જાહેરાત કરવામાં આવી રહી છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે કયા કલાકારને આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. મોસ્ટ ફ્રેન્ડલી સ્ટેટનો એવોર્ડ મધ્યપ્રદેશને મળ્યો છે.આજે જાહેરાત પહેલા જ્યુરી સભ્યોના પ્રતિનિધિમંડળ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur)ને મળ્યા હતા અને તેને રિપોર્ટ સોંપ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જ્યુરી સભ્યોની કામગીરીની પ્રશંસા કરી હતી.

આ વખતે શ્રેષ્ઠ ક્રિટિકનો એવોર્ડ કોઈને આપવામાં આવ્યો નથી. ‘ધ લોજેસ્ટ કિસ’ને સિનેમાનો શ્રેષ્ઠ બુક ઓન સિનેમાનો એવોર્ડ મળ્યો છે. તેને કિશ્વર દેસાઈએ લખી છે. વિશાલ ભારદ્વાજને હિન્દીમાં નોન-ફીચર ફિલ્મમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો એવોર્ડ મળ્યો છે.

‘એડમિટ’ને હિન્દી અને અંગ્રેજીમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે.તેના નિર્દેશક ઓજસ્વી શર્મા છે. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન ફિલ્મનો એવોર્ડ ‘ધ સેવિયરઃ બ્રિગેડિયર પ્રિતમ સિંહ’ પંજાબીને મળ્યો હતો. તેના ડાયરેક્ટર ડૉ.પરમજીત સિંહ કટ્ટુ છે. ‘બોર્ડરલેન્ડ’ને બેસ્ટ એડિટિંગનો એવોર્ડ મળ્યો છે. ‘પર્લ ઓફ ધ ડેઝર્ટ’ રાજસ્થાનીને બેસ્ટ ઓડિયોગ્રાફીનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ ડિરેક્શનનો એવોર્ડ ઓહ ડેટ્સ ભાનુ (અંગ્રેજી, તમિલ, મલયાલમ અને હિન્દી)ને મળ્યો છે.

કૌટુંબિક મૂલ્યો પર શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ‘કુમકુમારચન’ મરાઠીને મળ્યો છે. કાચિચિનિથુ (ધ બોય વિથ અ ગન)ને બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી છે. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ ‘તુલસીદાસ જુનિયર’ પસંદ કરવામાં આવી છે. બેસ્ટ લિરિક્સનો એવોર્ડ ‘સાઇના’ (હિન્દી)ને મળ્યો છે. શ્રેષ્ઠ હરિયાણવી ફિલ્મ ‘દાદા લક્ષ્મી’ પસંદ કરવામાં આવી છે.

બેસ્ટ ફીચર ફિલ્મનો અવોર્ડ સોરારઈ પોટ્ટુને મળ્યો છે, તેના ડાયરેક્ટર સુધા કોનગારા છે. બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શન માટે સોરારઈ પોટ્ટુના જીવી પ્રકાશ કુમારને મળ્યો છે. બેસ્ટ કોસ્ચયૂમ ડિઝાઈનરનો એવોર્ડ તાન્હા જી ધ અનસંગ વોરિયરને મળ્યો છે

મનોજ બાજપેયી, ધનુષ, કંગના રનૌત, વિજય સેતુપતિ અને સંજય પુરણ સિંહ સહિત અન્યને 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (National Film Awards)માં સન્માનિત કરવામાં આવ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતની છિછોરે હિન્દીમાં સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મ બની હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">