સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં 10 દુકાનોમાં લાગી ભીષણ આગ, 6 નગરપાલિકામાંથી બોલાવવા પડ્યા ફાયર ફાઈટર
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 10 દુકાનોમાં આગ લાગવાની ઘટના બની હતી. ભયંકર આગના કારણે 2 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. જો કે કપડાના શો રૂમના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, સાણંદ, વિરમગામ સહિતની પાલિકાની ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજારમાં કાપડની બજારમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગની ઘટનામાં 10થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી. કાપડના શો-રૂમ નજીક આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. અંદાજીત બે કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું પ્રાથમીક અનુમાન છે.
મહત્વનું છે સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, સાણંદ, વિરમગામ સહિતની પાલિકાની ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. કાપડનો શો રૂમમાં આગ લાગવાના કારણે પાસેથી 10 દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી, હાલ તો શોર્ટ સર્કીટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન છે.
આ પણ વાંચો: વીડિયો: લીંબડી અમદાવાદ હાઈવે પર પૂર્વ CM વિજય રૂપાણીના કાફલાને નડ્યો અકસ્માત
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)