રશિયાને FATF નો ઝટકો, તાત્કાલિક અસરથી ખતમ કરાયું સભ્યપદ

રશિયાને FATF નો ઝટકો, તાત્કાલિક અસરથી ખતમ કરાયું સભ્યપદ

| Edited By: | Updated on: Feb 28, 2023 | 11:23 AM

છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા યુક્રેન રશિયા યુદ્ધની આંતરરાષ્ટ્રીય સ્તરે અસર જોવા મળી રહી છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે, FATF દ્વારા રશિયા સામે આકરા પગલા લેવાયા છે. જેના પગલે, રશિયા સામે અનેક સમસ્યા સર્જાઈ શકે છે

રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર પશ્ચિમી દેશોએ રશિયા પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકા અને યુરોપિયન યુનિયને રશિયા સામે અનેક નવા વેપાર ટેરિફ લાદ્યા છે. આ સાથે નવા વેપાર નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે. યુકેએ પણ રશિયા પર નવા વેપાર પ્રતિબંધો લાદ્યા છે. બીજી તરફ, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATF એ, સંગઠનમાંથી રશિયાનુ સભ્યપદ રદ કરી નાખ્યું છે. સભ્યપદ રદ થયા બાદ રશિયાને FATFની બેઠકોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, મની લોન્ડરિંગ અને ટેરરિઝમ ફાઇનાન્સ સંબંધિત દસ્તાવેજો પણ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા રશિયાને આપવામાં નહીં આવે.

FATF એ સભ્યપદ રદ કરતા રશિયા પર શુ અસર થશે

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે, રશિયાનુ સભ્યપદ સમાપ્ત કરી દેવાતા, રશિયા ઉપર આર્થિક અસર જોવા મળશે. ખાસ કરીને, રશિયાને મની લોન્ડરિંગ અંગેની આંકડાકીય વિગતો અન્ય દેશ પૂરી નહી પાડી શકે, તો બીજી બાજુ ટેરરિઝમ ફાઇનાન્સ સંબંધિત દસ્તાવેજો પણ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા રશિયાને આપવામાં નહી આવે. આ બન્ને પગલાની અસર રશિયામાંથી થતી આર્થિક ગુનાહીત પ્રવૃતિને રોકવામાં વિશ્વમાંથી મદદ નહી મળે.