ચૂંટણી પરિણામ બાદ પ્રેસ કોન્ફરન્સમાં શું રાહુલ ગાંધીએ સરકાર બનાવવાનો કર્યો દાવો? જાણો અહીં

|

Jun 04, 2024 | 6:47 PM

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે આ ભારતના સંવિધાન માટેની લડાઈ હતી જેમા જનતાએ સારો પ્રતિસાદ આપ્યો છે. આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ સરકાર બનાવવાનો દાવો કરતા શું કહ્યું જાણો અહી

લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી છે. મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ જનતાની જીત છે, જનાદેશ મોદી સામે આવ્યો છે. કોંગ્રેસે એ પણ ભાર મૂક્યો કે શાસક પક્ષે ચૂંટણી દરમિયાન તેમને રોકવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ તેમ છતાં જનતાએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો. આ બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે આ ભારતના સંવિધાન માટેની લડાઈ હતી જેમા જનતાએ સારો પ્રતિસાદ આપ્યો છે. આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ સરકાર બનાવવાનો દાવો કરતા શું કહ્યું જાણો અહી

ચૂંટણી પરિણામ બાદ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ

ચૂંટણી પરિણામ બાદ રાહુલ ગાંધી કરી પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી જતે જ સમયે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત ગઠબંધન આ ચૂંટણી માત્ર ભાજપ વિરુદ્ધ જ નહીં પરંતુ ED અને CBI જેવી સંસ્થાઓ સામે પણ લડ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ લડાઈ બંધારણને બચાવવાની છે.

સરકાર બનાવવાને લઈને શું બોલ્યા રાહુલ

જ્યારે તેઓએ અમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું. પક્ષો તોડી નાખ્યા. બે મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓએ તમામ ગઠબંધન ભાગીદારોનું સન્માન કર્યું. કોંગ્રેસ પાર્ટીએ ભારતને એક નવું વિઝન આપ્યું છે. આ સાથે સરકાર બનાવવાને લઈને સવાલ ઉઠતા રાહુલ ગાંધીએ કહ્યું કે આવતીકાલે આ અંગે INDIA ગંઠબંધનની બેઠક યોજાવાની જેમાં તે અંગેના નિર્ણયો લેવામાં આવશે ત્યારે રાહુલ ગાંધીના આ સરકાર બનાવવા પર કાલની બેઠક બાદ સ્પષ્ટ થઈ શકશે.

રાહુલ ગાંધીએ આ સવાલના જવાબમાં કહ્યું કે અમે અમારા ગઠબંધનના પાર્ટનરનું ઘણું સમ્માન કરીએ છે ત્યારે આ અંગે અમે પ્રેસ કોન્ફરન્સમાં આ રીતે તમને કઈ કહી શકતા નથી આ માટે INDIA ગઠબંધનની આવતીકાલે બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે તે અંગેનો નિર્ણય અમે કાલની મીટિંગ બાદ જ જણાવી શકીશું.

 

Published On - 6:47 pm, Tue, 4 June 24

Next Video