ખેડૂતોએ આવક વધારવા માત્ર આટલું જ કરવાનું છે, કેન્દ્રીય કૃષિ મંત્રીએ આપી સલાહ

|

Jan 04, 2022 | 6:22 PM

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે વધુમાં વધુ સંશોધન દ્વારા કૃષિનો વિકાસ એ રીતે થવો જોઈએ કે યુવાઓ તેની તરફ આકર્ષાય. આ રીતે નવી રાજગારીનું સર્જન થઈ શકે છે.

ખેડૂતોએ આવક વધારવા માત્ર આટલું જ કરવાનું છે, કેન્દ્રીય કૃષિ મંત્રીએ આપી સલાહ
Flower Farming (File Photo)

Follow us on

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે (Union Agriculture Minister Narendra Singh Tomar) કહ્યું છે કે ખેડૂતોએ તેમની આવક વધારવા માટે ફૂલની ખેતી (Flower Farming) તરફ આગળ વધવું જોઈએ. આવક વધારવા માટે વેલ્યુ એડિશન (Value addition)પણ કરવું પડશે. વધુને વધુ ખેડૂતોએ આ ખેતી અપનાવવી જોઈએ અને તેને પ્રોસેસિંગ સાથે પણ જોડવું જોઈએ. તેમણે મંગળવારે પુનામાં ઈન્ડિયન ફ્લોરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (Indian Floral Research Institute)માં પાયાની સુવિધા તરીકે લેબોરેટરી બિલ્ડિંગના લોકાર્પણ વખતે આ વાત કરી છે.

તોમરે કહ્યું કે, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમોમાં ફૂલોની જરૂરિયાત હજુ પણ છે. નિકાસ (export)ના દૃષ્ટિકોણથી ફૂલના વ્યવસાયમાં પણ ઘણો અવકાશ છે. આપણા દેશની વૈવિધ્યસભર આબોહવા એટલી સમૃદ્ધ છે કે ફ્લોરીકલ્ચર (floriculture) ઘણો વિકાસ કરી શકે છે. તેમણે ગુલાબમાંથી ગુલકંદ અને અન્ય ફૂલોના વેલ્યુ એડેડ ઉત્પાદનો તૈયાર કરવાથી ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે.

સરકાર ફ્લોરીકલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે
તોમરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઘણી યોજનાઓ બનાવી છે. જેનો ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આ સાથે ખેડૂતોએ ટેકનિકલી પણ મજબૂત બનવું પડશે. ફ્લોરીકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે સરકાર પણ આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે. તેમણે વેસ્ટ ટુ વેલ્થ મિશનનો ઉલ્લેખ કર્યો અને એ પણ કહ્યું કે કૃષિ ઉત્પાદનો વૈશ્વિક ધોરણો હોવા જોઈએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ફૂલોની સુગંધ ઓછી ન થાય તેનું ધ્યાન રાખવા વૈજ્ઞાનિકોને સલાહ
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે વધુમાં વધુ સંશોધન દ્વારા કૃષિનો વિકાસ એ રીતે થવો જોઈએ કે યુવાઓ તેની તરફ આકર્ષાય. આ રીતે નવી રાજગારીનું સર્જન થઈ શકે છે. તોમરે કૃષિ વૈજ્ઞાનિકોને (Agricultural scientists) જણાવ્યું હતું કે, નવી જાતોના વિકાસ અને સંશોધનમાં ફૂલોની સુગંધ ઓછી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સુગંધનું પોતાનું મહત્વ છે.

નવી જાતોને લોકપ્રિય બનાવવાની જરૂર છેઃ કૃષિ રાજ્ય મંત્રી
આ પ્રસંગે, કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ લેબ ટુ લેન્ડ ( Lab to Land )પહેલ દ્વારા ખેડૂતોમાં નવી જાતોને લોકપ્રિય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ના વૈજ્ઞાનિકોની વધુ સારી જાતો અને તકનીકો વિકસાવવા બદલ પ્રશંસા કરી.

આ પણ વાંચોઃ વિદ્યાર્થીએ માનવ વાળમાંથી બનાવ્યું ઓર્ગેનિક ખાતર, જમીનમાં ફળદ્રુપતા વધારવાથી લઈ આટલું છે ઉપયોગી

આ પણ વાંચોઃ Sagwan Farming: આ ઝાડની કરો ખેતી, 10 વર્ષ બાદ કરાવશે કરોડોની કમાણી, જાણો સમગ્ર માહિતી

Next Article