CWG 2022: પૂરી થશે આ વખતે ગોલ્ડની રાહ! જુઓ Video
ભારતીય હોકી ટીમે આજ સુધી કોમનવેલ્થ ગેમ્સમાં (commonwealth games 2022) ગોલ્ડ મેડલ જીત્યો નથી અને હવે આશા છે કે ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચશે.
ટોક્યો ઓલિમ્પિક મેડલિસ્ટ ભારતીય ટીમની નજર આ વખતે કોમનવેલ્થ ગેમ્સ (commonwealth games 2022)માં ગોલ્ડ મેડલ પર છે. ભારતે આજ સુધી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો નથી. 2010 અને 2014માં ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને તે સમયે સિલ્વર મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવા માટે ભારતે ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ તોડવું પડશે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીના તમામ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. અગાઉની કોમનવેલ્થમાં ભારત ચોથા સ્થાન પર રહ્યું હતું. આ વખતે ભારતને પૂલ બીમાં રાખવામાં આવ્યું છે, જેમાં ઈંગ્લેન્ડ, કેનેડા, વેલ્સ અને ઘાનાની ટીમો પણ છે.
Latest Videos