Congo Gold Mine: સોનાની ખાણમાં 9 મજૂર ફસાયા, સાથીદારોએ જીવતા બહાર કાઢ્યા, જુઓ Video

Congo Gold Mine: સોનાની ખાણમાં 9 મજૂર ફસાયા, સાથીદારોએ જીવતા બહાર કાઢ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Mar 29, 2023 | 4:28 PM

Congo Gold Mine Video: કોંગોના કિવુ પ્રાંતમાં ખાણમાં ફસાઈ જવાનો ડરામણો વીડિયો સામે આવ્યો છે. આ ખાણમાં કુલ 9 લોકો કામ કરતા હતા. જેઓ ખાણમાં ભંગાણના કારણે જોખમમાં આવી ગયા હતા.

Congo Gold Mine Video: કોંગોના કિવુ પ્રાંતમાં ખાણમાં ફસાયેલા હોવાનો એક વિચિત્ર વીડિયો સામે આવ્યો છે. આ કારીગરી ખાણમાંથી સોનું કાઢવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ખાણમાં 9 લોકો કામ કરી રહ્યા છે જ્યારે ખાણ ધસી પડી અને નવ લોકો તેની અંદર ફસાઈ ગયા. નવ લોકોને બહાર કાઢવા માટે એક સાથી મજૂર આગળ આવે છે અને પાવડા વડે ખાણ ખોદી નાખે છે, ત્યારબાદ એક પછી એક લોકો બહાર આવવા લાગે છે. નોંધનીય છે કે અહીં ખતરો ઉપરથી આવતા મોટા પથ્થરોથી પણ છે. જો પથ્થર અથડાશે તો જીવ પણ જઈ શકે છે. આવી સ્થિતિમાં બચાવકાર્ય કરનાર વ્યક્તિએ ખૂબ કાળજી લીધી હતી. રુંવાળા ઉભો કરી દેતો વીડિયો નીચે જુઓ.