બોટાદ સમાચાર: સાળંગપુરમાં દાદાના શતામૃત મહોત્સવનું લોકાર્પણ, શોભાયાત્રામાં હજારો ભક્તોનો જમાવડો

|

Nov 16, 2023 | 4:35 PM

કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદ મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત તારીખ 15-11-2023ને બુધવારના રોજ બપોરે 3.30 વાગ્યે ભવ્ય નગર યાત્ર ખાંભડા ગામથી નીકળીને શતામૃત મહોત્સવ ગ્રાઉન્ડમાં બનાવેલાં વિશાળ સભામંડપમાં પહોંચી હતી.

સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત વડતાલ ગાદીનાં આચાર્ય રાકેશપ્રસાદ મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત તારીખ 15-11-2023ને બુધવારના રોજ બપોરે 3.30 વાગ્યે ભવ્ય નગર યાત્ર ખાંભડા ગામથી નીકળીને શતામૃત મહોત્સવ ગ્રાઉન્ડમાં બનાવેલાં વિશાળ સભામંડપમાં પહોંચી હતી.

ભવ્યાતિભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું

આ પછી વડતાલ ગાદીનાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતો દ્વારા શતામૃત મહોત્સવ અને કથા મંડપનું ભવ્યાતિભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સાળંગપુરધામ ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા

મહત્તવનું છે કે, આ પોથીયાત્રામાં 20થી વધારે બુલેટ, 3 હાથી, 45 લોકોનું ટીમલી ગ્રુપ, બહેનો, 2 હનુમાનજીનો આમંત્રણ રથ, એક રથમાં હનુમાનજી, રામ દરબારનો બીજો રથ, 110 નાસિક ઢોલ, 30 કાર, 120 લોકોનું હિંમતનગરનું બેન્ડ, 50 લોકોનું ગોધરા બેન્ડ, ઉજ્જૈન મંડળી, 20 રથ, 60 લોકોનું આફ્રિકન આદીવાસી ગૃપ, 40 જવાનો સાથેનું પોલીસ બેન્ડ, 60 લોકોનું રાજસ્થાની ગેર, 6 ડીજે, લાલજી મહારાજનો રથ, વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનો રથ, મુંબઈથી આવેલું 70 બહેનોનું મહિલા મંડળ, ભાઈઓ વગેરે સાથે સાળંગપુરધામ ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.

દાદાના દરબારના આ મહોત્સવમાં પધારી જીવનમાં ભક્તિનું ભાથું ભેગુ કરોઃ હરિપ્રકાશ સ્વામી

હરિપ્રકાશ સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું કે, કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરની અંદર શતામૃત મહોત્સવની ભવ્યાતિભવ્ય પોથી અને શોભા યાત્રા નીકળી છે. જેમાં હજારો ભક્તો ઉમટ્યા પડ્યા હતા. શોભાયાત્રામાં રામ, લક્ષમણ, જાનકીનો રામ દરબારની ઝાંખી હતી.

આ ઉપરાંત આચાર્ય મહારાજ જોડાયા હતા. દરેક ભક્તો રાજી થયા હતાં. આ મહોત્સવ શરૂ થયો છે. તમામ ભક્તોને મારી વિનંતી છે કે, દાદાના દરબારમાં અને આ મહોત્સવમાં પધારી જીવનમાં ભક્તિનું ભાથું ભેગુ કરો.

હનુમાનજી દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. આ પ્રસંગે વ્યવસ્થાપન કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ કરાયું હતું. હજારો દાદાના હરિભક્તોએ દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.

આ પણ વાંચો: બોટાદ: સાળંગપુરમાં દિવાળી પર દાદાને કરાયો ફુલોનો દિવ્ય શણગાર, 50થી વધુ વેપારીઓએ કર્યુ ચોપડાપૂજન- તસ્વીરો

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video