પોરબંદર નજીક પ્રતિકૂળ હવામાન વચ્ચે દરિયામાં કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ: એર લિફ્ટિંગથી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો

|

Jul 21, 2024 | 3:21 PM

પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા આજે રેસ્ક્યુ કરી એક જહાજના ક્રુ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી સબબ રેસ્ક્યુ કરી દર્દીને હોસ્પિટલે પહોંચાડ્યો હતો.

પોરબંદર કોસ્ટ ગાર્ડે આજે જહાજના બીમાર ક્રુ મેમ્બરને રેસ્ક્યુ કરી હોસ્પિટલ પહોચાડવામાં મદદ કરી છે. પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા આજે રેસ્ક્યુ કરી એક જહાજના ક્રુ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી સબબ રેસ્ક્યુ કરી દર્દીને હોસ્પિટલે પહોંચાડ્યો હતો. પોરબંદર કોસ્ટ ગાર્ડ ના અધિકારીએ જણાવ્યું હતું કે હજીરાથી કચ્છ તરફ જતા એક જહાજમાં પોરબંદર થી ૬૦ નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ક્રૂ મેમ્બરને હૃદય સંબંધી મેડિકલ ઈમરજન્સી થતા તેજ પવન -ભારે વરસાદ જેવી પ્રતિકૂળ સ્થિતિમાં દર્દીને હોસ્પિટલે પહોંચાડવો મુશ્કેલ હોય પોરબંદર થી 20 કિલોમીટર આસપાસ કોસ્ટ ગાર્ડના એરક્રાફ્ટ થી 100 મીટર લીફ્ટિંગ કરી બાસ્કેટ દ્વારા દર્દીને સલામત સ્થળે લઈ આવીને સ્પોટ મેડિકલ સારવાર અને પછી તુરંત સ્થાનિક કક્ષાએ આગળની સારવાર માટે કાર્યવાહી કરાવી હતી.

Next Video