દિલ્હીમાં બનશે દુનિયાનો સૌથી મોટો ત્રિરંગો, 4 ઓગસ્ટે હજારો બાળકો બતાવશે આ અદ્દભૂત કમાલ
રાજધાની દિલ્હીમાં (Delhi)વિશ્વનો સૌથી મોટો ત્રિરંગો બનાવવામાં આવશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આની જાહેરાત કરી છે.
આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહેલા દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) વિશ્વનો સૌથી મોટો ત્રિરંગો (tricolor)બનાવવામાં આવશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)આની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જણાવ્યું કે 4 ઓગસ્ટે દિલ્હીના હજારો બાળકો દુનિયાનો સૌથી મોટો ત્રિરંગો બનાવશે. હવે આપણે 130 કરોડ ભારતીયો સાથે મળીને ભારતને વિશ્વમાં નંબર 1 દેશ બનાવીશું. કેજરીવાલે કહ્યું કે લોકો પૂછે છે કે શું ભારત દુનિયાનું નેતૃત્વ કરી શકે છે? અમે સાથે મળીને બતાવીશું કે આ સાચું છે.