Chhota Udepur News: સંખેડા અને બોડેલીના ગામો માટી-કીચડ ભળેલા પાણી પીવા મજબૂર, શુદ્ધીકરણ પ્લાન્ટમાં જ જોવા મળ્યું અશુદ્ધ પાણી, જુઓ Video

Follow us on

Chhota Udepur News: સંખેડા અને બોડેલીના ગામો માટી-કીચડ ભળેલા પાણી પીવા મજબૂર, શુદ્ધીકરણ પ્લાન્ટમાં જ જોવા મળ્યું અશુદ્ધ પાણી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 12, 2023 | 7:57 AM

લોકો આ ગંદા પાણીથી કંટાળી ગયા છે. પીવા માટે, રસોઈ માટે, નાહવા માટે જ્યારે પણ નળ ખોલોને ગંદુ પાણી નીકળે આવો અવ્યવસ્થા સર્જાઈ છે. ગ્રામજનો કંટાળીને કુંડી ગામ ખાતે આવેલા પાણીના શુદ્ધીકરણના પ્લાન્ટ પર પહોંચ્યા અને અધિકારીઓને રજૂઆત કરી હતી.

Chhota Udepur News: છોટાઉદેપુરના સંખેડા અને બોડેલીના કેટલાક ગામડાઓની કે જ્યાં હજુ સુધી સરકારની પાણીદાર યોજનાની ફળશ્રૃતિ પહોંચી નથી. ભૌગોલિક સ્થિતિના કારણે અહીંના ગામડાઓમાં બોર અને કૂવામાં ક્ષારવાળું પાણી આવે છે જે પીવાલાયક હોતું નથી.

આ પણ વાંચો: Chhota Udepur News: આઝાદીના 76 વર્ષો બાદ પણ છોટાઉદેપુરના અંતરીયાળ ગામો રસ્તાથી વંચિત, જુઓ Video

પરિણામે તંત્ર અહીં ટેન્કરથી પાણી પહોંચાડાતું, પરંતુ ગ્રામજનોની રજૂઆત બાદ 92 જેટલા ગામોને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે સરકારે કુંડી ગામ પાસે પાણી પુરવઠા યોજના હેઠળ વોટર ફિલ્ટર પ્લાન્ટ સ્થાપના કરી છે. ફિલ્ટર પ્લાન્ટ બાદ પણ ગ્રામજનોની આશા ઠગારી નીકળી. ફિલ્ટર પ્લાન્ટમાંથી આવતા પાણીમાં માટી-કિચડ ભળેલા હોય છે.

માલુ ગામના લોકો આ ગંદા પાણીથી કંટાળી ગયા છે. પીવા માટે, રસોઈ માટે, નાહવા માટે જ્યારે પણ નળ ખોલોને ગંદુ પાણી નીકળે આવો અવ્યવસ્થા સર્જાઈ છે. ગ્રામજનો કંટાળીને કુંડી ગામ ખાતે આવેલા પાણીના શુદ્ધીકરણના પ્લાન્ટ પર પહોંચ્યા અને અધિકારીઓને રજૂઆત કરી હતી.

 

 

પરંતુ પાણી શુદ્ધીકરણના પ્લાન્ટ પર જ અશુદ્ધ પાણી જોવા મળ્યું હતું. ફિલ્ટર પ્લાટમાં લીલ અને માટીના થર લાગેલા હતા. હવે જ્યાં પાણી શુધ્ધ થયું હોય ત્યાં જ આવા હાલ હોય ત્યારે ગ્રામજનો પીવાલાયક પાણીની આશા કોની પાસે રાખે એ સવાલ છે. પ્લાન્ટના મેનેજરનું કહેવું છે ટૂંક સમયમાં સફાઈ બાદ લોકોને શુદ્ધ પાણી મળશે.

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Makbul Mansuri)