Breaking Video: તિરૂપતિ-રામેશ્વરમથી કન્યાકુમારી જતી ટ્રેનમાં લાગી આગ, દુર્ઘટનામાં 10 લોકો બળીને ભળથુ

| Edited By: | Updated on: Aug 26, 2023 | 10:56 AM

તિરુપતિ-રામેશ્વરમથી કન્યાકુમારી જતી સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના મદુરાઈ રેલવે સ્ટેશન પર બની હતી

વહેલી સવારે તિરુપતિ-રામેશ્વરમથી કન્યાકુમારી જતી સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના મદુરાઈ રેલવે સ્ટેશન પર બની હતી. તાજેતરની માહિતી અનુસાર, પેન્ટ્રી કોચમાં 8 લોકો જીવતા સળગી ગયા છેે. જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા. જો કે હવે તે 2 લોકો સહિત 10 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છેે.  આગ દુર્ઘટનાનું કારણ રેલવે અધિકારી જાહેર કરશે. મૃત્યુઆંક વધી શકે છે, મૃતકોની ઓળખ થઈ ગઈ છે, મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર બધા લોકો યુપીના હોવાની પ્રાથમિક માહીતી મળી રહી છે.

તિરૂપતિ-રામેશ્વરમથી કન્યાકુમારી જઈ રહેલી આ સ્પેશિયલ ટ્રેનમાં અચાનક આગની ઘટના બની હતી. આગે જોત જોતામાં વિકરાળ રુપ ધારણ કરતા પેન્ટ્રી કોચમાં લાગેલી આગની ઝપેટમાં આવી ગયો હતો જેમાં બેઠેલા 10 લોકોના મોત થયા છે તેમજ 2 લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી હતી જેઓના પણ મોત થયા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના મોડી રાતે મદુરૈ રેલવે સ્ટેશન પર બની હતી.

આ પણ વાંચો: Breaking News : 23 ઓગસ્ટને હવે ભારતમાં ‘National Space Day’ તરીકે ઉજવવામાં આવશે, વડાપ્રધાને કરી જાહેરાત

Published on: Aug 26, 2023 08:50 AM